BJP leader Upendra Tiwari made a controversial statement on petrol
  • Home
  • Featured
  • યોગીના મંત્રીએ બળતામાં ઘી હોમ્યું, 95% લોકો પેટ્રોલ નથી વાપરતા

યોગીના મંત્રીએ બળતામાં ઘી હોમ્યું, 95% લોકો પેટ્રોલ નથી વાપરતા

 | 7:22 pm IST
  • Share

  • દિલ્હીમાં પેટ્રોલ 106.54 રૂપિયા પ્રતિ લીટર વેંચાઈ રહ્યું છે
  • મુંબઈમાં પેટ્રોલ 112.44 રૂપિયા પ્રતિ લીટર વેંચાઈ રહ્યું છે
  • દેશના ઘણા રાજ્યમાં ડીઝલના ભાવ 100 રૂપિયાએ પહોંચી ગયા છે

એક તરફ ભારતમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ ભડકે બળી રહ્યા છે તો બીજી તરફ રાજકીય નેતાઓ બળતામાં ઘી હોમવાનું કામ કરતા હોય તેમ લાગી રહ્યું છે. બીજેપી નેતા અને યૂપીની યોગી સરકારમાં ખેલ યુવા કલ્યાણ મંત્રી ઉપેદ્ર તિવારીએ ગુરુવારે એક અજીબોગરીબ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે, ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં કોઈ વધારો થયો નથી. પરંતુ દેશની 95 ટકા વસ્તી પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ જ નથી કરતી. આ ઉપરાંત બેરોજગારીના સવાલ પર ઉપેન્દ્ર તિવારીએ કહ્યું કે, રાજ્યની વર્તમાન સરકારમાં જે વ્યક્તિ મહેનત કરીને પરીક્ષા પાસ કરશે તે જ અધિકારી બની શકશે.

મંત્રીજીના નિવેદનથી બધા આશ્ચર્યચકિત

મંત્રી ઉપેન્દ્ર તિવારી યૂપીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા. અહીં તેમને બેરોજગારી અને પેટ્રોલ-ડીઝલની કિંમતો અંગે સવાલ કરવામાં આવ્યા હતા, જેના પર તેમણે અજીબોગરીબ જવાબો આપ્યા હતા.

બેરોજગારી અંગે મંત્રીએ કહ્યું કે, પીસીએસ બનાવવાની ફેક્ટ્રી સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં હતી, પરંતુ યોગીજીની સરકારમાં જે મહેનત કરશે અને પરીક્ષા પાસ કરશે તે જ અધિકારી બનશે. પેટ્રલ ડીઝલ અંગે તેમણે કહ્યું કે દેશના મુઠ્ઠીભર લોકો જ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરે છે અને તેમા પણ ભાવ વધારો થયો નથી.

પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો

તમને જણાવી દઈએ કે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં 5 રૂપિયાથી વધુનો વધારો થઈ ચૂક્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો