BJP May Field Madhuri Dixit From Pune Seat In Upcoming 2019 Loksabha Elections
  • Home
  • Featured
  • 2019ની લોકસભાની ચૂંટણીમાં BJP બોલીવુડની આ દિગ્ગજ અભિનેત્રીને ઉતારશે મેદાનમાં

2019ની લોકસભાની ચૂંટણીમાં BJP બોલીવુડની આ દિગ્ગજ અભિનેત્રીને ઉતારશે મેદાનમાં

 | 4:34 pm IST

ભાજપ એક જમાનાની ખુબ જ જાણીતિ અને અતિલોકપ્રિય અભિનેત્રીને 2019ની લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારી શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગત વર્ષે જૂનમાં અભિનેત્રી સાથે મુંબઈ સ્થિત તેના જ ઘર પર બેઠક પણ કરી હતી. આ જાણકારી ખુદ ભાજપના જ કેટલાક સૂત્રોએ આપી છે.

ભાજપ અધ્યક્ષ ‘સંપર્ક ફોર સમર્થન’ અભિયાન અંતર્ગત મુંબઈ ગયાં હતાં. જ્યાં તેમણે અભિનેત્રીને મોદી સરકારની સફળતાઓ વિષે માહિતગાર કરી હતી.

મહારાષ્ટ્ર ભાજપના એક ટોચના નેતાએ જણાવ્યું છે કે, પાર્ટી તરફથી બોલિવૂડની ધક ધક ગર્લ માધિરી દિક્ષીત નેને ને 2019ની લોકસભાની ચૂંટણીમાં પુણે બેઠક પરથી મેદાનમાં ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે, પાર્ટી 2019ની લોકસભાની ચૂંટણીમાં માધુરી દિક્ષીતને ઉમેદવાર બનાવવાને લઈને ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે. અમારૂ માનવું છે કે, પુના લોકસભા બેઠક માધુરી માટે સારી રહેશે. પાર્ટી અનેક લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામ પર મંથન કરી રહી છે. તેમાં માધુરીની પસંદગી પુના બેઠક પરથી કરવામાં આવી છે. અભિનેત્રીના નામ પર ગંભીરતાપૂર્વક વિચાર પણ કરવામાં આવી રહ્યો છે.

માધુરી હાલ 51 વર્ષની છે. તેણે તેજાબ, હમ આપકે હૈ કોન, દિલ તો પાગલ હૈ, સાજન અને દેવદાસ જેવી અનેક સુપરડુપર હીટ ફિલ્મો આપી છે. વર્ષ 2014માં ભાજપ પુના લોકસભા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી અને પાર્ટી ઉમેદવાર અનિલ શિરોલે ત્રણ લાખથી પણ વધારે મતોથી જીત મેળવી હતી.

નવા ચહેરા ઉતારવાથી ભાજપને થયો છે હંમેશા લાભ

માધુરીને ચૂંટણી લડાવવાને લઈને ભાજપના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું હતું કે,, આ પ્રકારનો ફોર્મ્યુલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપનાવ્યો હત જ્યારે તેઓ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતાં. તેમણે સ્થાનિક સ્વરાજનીએ ચૂંટણીમાં તમામે તમામ ઉમેદવારો જ બદલી નાખ્યા હતાં અને પાર્ટીને તેનો જબ્બર લાભ પણ મળ્યો હતો. નવા ચહેરા લાવવામાં આવતા કોઈની પાસે તેમની ટીકા કરવા માટે કંઈ જ નહોતું. તેનાથી વિપક્ષ પણ આશ્ચર્યચકિત રહી ગયો હતો અને ભાજપને વધારે બેઠકો મળી સત્તા પણ જળવાઈ રહી.