આજે ભાજપ ચૂંટણી ઢંઢેરો જાહેર કરે તેવી શક્યતા - Sandesh
  • Home
  • Gujarat
  • આજે ભાજપ ચૂંટણી ઢંઢેરો જાહેર કરે તેવી શક્યતા

આજે ભાજપ ચૂંટણી ઢંઢેરો જાહેર કરે તેવી શક્યતા

 | 11:00 am IST

આજે સાંજે ચૂંટણીના પહેલા ચરણના ઈલેક્શન માટે ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ છે. ગુજરાત ચૂંટણી કમિશનની જાહેરાત મુજબ આજે સાંજે 5 વાગ્યાથી ચૂસ્ત આચારસંહિતા લાગું થશે. ત્યારબાદ કોઇ પણ રાજકીય પાર્ટી જાહેરમાં પ્રચાર નહીં કરી શકે. તેમાં આજે ભારતીય જનતા પાર્ટીએ હજી સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો નથી. આવામાં આજે ભાજપ ચૂંટણી ઢંઢેરો જાહેર કરે તેવી શક્યતાઓ છે.

2017ની વિધાનસભાની ચૂંટણી માટે હજી સુધી ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો નથી. ઈલેક્શનમાં જાહેર જનતાની નજર ચૂંટણી ઢંઢેરા પર હંમેશા હોય છે, કે રાજકીય પાર્ટી કેવા પ્રકારના ઢંઢેરા કરે છે. પરંતુ ભાજપે ચૂંટણી ઢંઢેરો હજી રિલીઝ નથી કર્યો. ત્યારે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હોઈ આજે ચૂંટણી ઢંઢેરો બહાર પાડે તેવી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી અરૂણ જેટલીએ ચૂંટણી ઢંઢેરા એટલે કે સંકલ્પપત્રને આખરી ઓપ આપ્યો હોવાનું જણાવતા ભાજપના પ્રવક્તાએ કહ્યું કે ચાર મહિના પહેલાથી અમે કમિટી બનાવી હતી. જેમાં ગુજરાતના વિકાસને આગળ વધારવા વિઝન ડોક્યુમેન્ટ આધારિત કાર્યક્રમને સમાવાયો છે. આગામી સપ્તાહે તેની સત્તાવાર જાહેરાત થશે. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, અમે શાસનમાં નથી એટલે એટલે પ્રજાની તમામ અપેક્ષો સંતોષવા ટેક્નોક્રેટ સામ પિત્રોડાની ટીમે ગુજરાતભરમાં નાના માણસથી લઈને વેપારી, વ્યવસાયીક સંગઠનો સાથે બેઠકો યોજીને મુદ્દાઓ અને તેના સમાધાનના માર્ગો મેળવ્યા છે. ટૂંક સમયમાં જ તેના સંકલિત સંપુટને ચૂંટણી ઢંઢેરા સ્વરૂપે જાહેર કરીશુ તેવું જણાવ્યું હતું.

કોંગ્રેસે બે દિવસ પહેલા જ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. જેમાં તેણે છુટ્ટા હાથે વાયદા કર્યા છે. જેમાં ખેડૂતોના દેવા માફ, ખેતી માટે ફ્રીમાં પાણી અને બેરોજગારી પર વધુ ભાર મૂક્યો હતો.