શું ઉદ્ધવ અને શાહની બેઠક નિષ્ફળ ?, એકલું જ ચૂંટણી લડશે શિવસેના !!! - Sandesh
NIFTY 11,436.65 +80.90  |  SENSEX 37,882.12 +237.22  |  USD 69.9375 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • શું ઉદ્ધવ અને શાહની બેઠક નિષ્ફળ ?, એકલું જ ચૂંટણી લડશે શિવસેના !!!

શું ઉદ્ધવ અને શાહની બેઠક નિષ્ફળ ?, એકલું જ ચૂંટણી લડશે શિવસેના !!!

 | 11:04 am IST

ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે બુધવારની મુલાકાત પછી શિવસેના તરફથી ગુરૂવારે કહ્યું કે, તે એકલા હાથે જ ચૂંટણી લડશે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, શિવસેનાના રાષ્ટ્રીય કાર્યકારિણી દ્વારા એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે કે, અમે એકલાં જ ચૂંટણી લડીશું. તેમાં કોઇ પણ ફેરફાર કરવામાં આવશે નહીં. રાઉતે કહ્યું કે, બુધવારે બંને નેતાઓ વચ્ચે બે કલાક સુધી ઘણાં મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. અમિત શાહએ ફરીથી મળવાની વાત કરી છે અને અમિત શાહનો એજન્ડા જાણીએ છે.

સંજય રાઉતે કહ્યું કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે પાલઘમાં એક રેલી સંબોધન કરશે. જ્યાં તેઓ બુધવારમાં બંને નેતાઓ વચ્ચે બેઠકમાં ક્યાં મુદ્દા પર વાતચીત થઈ તે અંગે માહિતી આપશે.

અત્રે નોંધનીય છે કે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં આશરે અડધો કલાક સુધી વાતચીત થઈ હતી. ભાજપ તરફથી આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં બંને પાર્ટી વચ્ચે ગઠબંધન ચાલુ રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. આ તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છેકે, ભાજપે સેનાને મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં અને કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ વરિષ્ઠ નેતાઓને સ્થાન આપવા માટેની હામી ભરી છે.

આ તરફ શિવસેનાના મોટેભાગના સાંસદ અને ધારાસભ્ય ભાજપ સાથે ગઠબંધન જાળવી રાખવા માંગે છે. તેમજ તેમનું માનવું છેકે જો ભાજપ સાથે ગઠબંધન તૂટી જશે તો સત્તા પણ ગુમાવી પડે તેમ છે. ત્યારે ઘણાં વરિષ્ઠ નેતા ભાજપ સાથે જોડાવા માંગતા નથી. આ તરફ ભાજપ પાસે 2019ની લોકસભા ચૂંટણી પહેલા NDAના મોટા સંગઠનોને મનાવવું જરૂરી છે. અમિત શાહે ઉદ્ધવ સાથે મુલાકાત પછી ભાજપના નેતા અને વિજય પુરાણિક સાથે વાતચીત કરી હતી.