EXIT POLL: BJP Might win on 192 seats in west Bengal
  • Home
  • Election
  • EXIT POLL: બંગાળમાં મમતા ‘દીદી’ સાથે થઈ શકે છે ‘ખેલ’, BJPને મળશે 190થી વધુ સીટો

EXIT POLL: બંગાળમાં મમતા ‘દીદી’ સાથે થઈ શકે છે ‘ખેલ’, BJPને મળશે 190થી વધુ સીટો

 | 9:05 pm IST
  • Share

ઇન્ડિયા ટીવી- Peoples Pulseના એક્ઝિટ પોલ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં બીજેપીને પ્રચંડ જીત મળતી જોવા મળી રહી છે. બીજીપીને બંગાળમાં 173-192 સીટો મળી શકે છે. તો મમતા બેનર્જીની ટીએમસીને 64-88 સીટો મળી શકે છે. ઇન્ડિયા ટીવી – Peoples Pulseના એક્ઝિટ પોલ પ્રમાણે નંદીગ્રામાં મમતા બેનર્જી હારી શકે છે. અહીંથી બીજેપીના સુવેંદુ અધિકારીના જીતવાની આશા છે.

એબીપીના એક્ઝિટ પોલી અનુસાર પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસને 152-164 સીટો, બીજેપીને 109થી 121 સીટો, તો LF+INC+ISFના ખાતામાં 14-25 સીટો આવે તેવું અનુમાન છે. વાત જો તમિલનાડુની કરવામાં આવે તો અહીં AIDMK+ના ખાતામાં 58થી 70, ડીએમકે+ના ખાતામાં 160-172 સીટો અને અન્યને 7 સીટો મળી શકે છે. તો આસામમાં એકવાર ફરી બીજેપી સત્તામાં વાપસી કરતી જોવા મળી રહી છે. કેરળની ચૂંટણીના એક્ઝિટ પોલનો આંકડો એ જણાવે છે કે અહીં લેફ્ટની સરકાર ફરી આવી રહી છે. રાજ્યમાં 140 સીટોમાંથી લેફ્ટને 71-77 સીટો પર જીત મળી શકે છે અને કૉંગ્રેસની આગેવાનીવાળી UDFને 62-68 સીટો પર જીત મળી શકે છે.

આ ઉપરાંત અહીં બીજેપીને ફક્ત 0-2 સીટો પર જીત મળી શકે છે. તો વાત કરીઓ પોંડિચેરીની તો અહીં એનડીએ ગઠબંધનને 19થી 23 સીટો, યૂપીએ ગઠબંધનને 6થી 10 સીટો અને અન્યના ખાતામાં 1થી 2 સીટો જઇ શકે છે. ઇન્ડિયા ટુડે-એક્સિસ-માય ઇન્ડિયાના અનુસાર તમિલનાડુમાં AIDMK+ના ખાતામાં 38 સીટોથી 54 સીટો આવવાનું અનુમાન છે. તો ડીએમકે+ના ખાતામાં 175થી 195 સીટો મળવાનું અનુમાન છે. એક્ઝિટ પોલ અનુસાર એએમએમએકે+ના ખાતામાં 1થી 2 અને એમએનએમ+ના ખાતામાં શૂન્યથી 2 સીટો જવાનું અનુમાન છે. તમિલનાડું વિધાનસભાનો કાર્યકાળ 24 મેના ખત્મ થઈ રહ્યો છે. 234 સીટોવાળી તમિલનાડુ વિધાનસભા માટે 2016માં થયેલી ચૂંટણીમાં જયલલિતાની આગેવાનીમાં એઆઈએડીએમકેએ જીત મેળવી હતી. જયલલિતાના નિધન બાદ એઆઈએડીએમકે મેદાનમાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો