BJP MLA Aravind Raiyani Audio Clip Viral On Social Media At Rajkot
  • Home
  • Featured
  • રાજકોટના ધારાસભ્યની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ખુલાસો, કહ્યુ- ‘ભાઇ આ ક્લિપમાં તો..!!

રાજકોટના ધારાસભ્યની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ખુલાસો, કહ્યુ- ‘ભાઇ આ ક્લિપમાં તો..!!

 | 10:00 am IST

રાજકોટમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. રવિવારે સોશિયલ મીડિયામાં ભાજપના આ ધારાસભ્યની કથિત ઓડિયો ક્લિપ ફરતી થઈ હતી, જેમાં તે ભાજપ વિશે બોલી રહ્યા હતા. ઓડિયો ક્લિપમાં અભદ્ર ભાષામાં ભાજપના આ ધારાસભ્ય કહે છે કે, ભાજપ કે રાજકારણમાં જ રહેવું જ નથી,….ગયું ભાજપ.

ભાજપના ધારાસભ્યની 30 સેકન્ડની આ ક્લિપમાં ધારાસભ્ય ગુસ્સામાં વાતચીત કરે છે, સામેની વ્યક્તિ મનાવી રહી છે, જેની સામે ઉશ્કેરાઈ ભાજપના આ ધારાસભ્ય કહે છે કે, મારે રહેવું જ નથી,…ગયું ભાજપ. સામેની વ્યક્તિ વિનંતી કરે છે, ફરી તે ગુસ્સામાં બોલે છે, નાના શું ચાલે? કોઈ… ના ગણે કોઈ… એવી જરૂર નથી. મારે રાજકારણ કરવું જ નથી. મારે દુઃખી થાય તેવું રાજકારણ કરવું જ નથી.

બીજી તરફ ધારાસભ્ય રૈયાણીએ આ ઓડિયો ક્લિપને ખોટી ગણાવી જણાવ્યું છે કે, ઓડિયો છેડછાડ કરેલો છે, જુદા જુદા સ્થળે બોલાયેલા વાક્યોને જોડીને મને બદનામ કરવાની ચેષ્ટા થઈ છે. મારા શત્રુઓએ અગાઉ પણ આવું કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી સમયે પણ આ ધારાસભ્ય વિવાદમાં આવ્યા હતા, એ વખતે તેમનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે માતાજીના માંડવામાં ડાકલાના તાલે પોતાને સાંકળ મારી રહ્યા હતા. અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે તેવા ભાજપના ધારાસભ્ય રૈયાણીના વીડિયો ક્લિપને લઇ તેમની સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

રૈયાણીના આ વિવાદ બાદ હવે ભાજપને ગાળો ભાંડતો ઓડિયો ભાજપના જ કાર્યકરો અને આગોવાનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન