BJP MLA Govindbhai Parmar of Umreth in Anand announces his resignation
  • Home
  • Gujarat
  • પેટા ચૂંટણી પહેલા જ ભાજપના ધારાસભ્યની એક જ ચેતવણીથી પક્ષમાં સોંપો પડી ગયો

પેટા ચૂંટણી પહેલા જ ભાજપના ધારાસભ્યની એક જ ચેતવણીથી પક્ષમાં સોંપો પડી ગયો

 | 6:34 pm IST

ગુજરાતમાં આગામી સમયમાં 8 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી (Gujarat by-Election for 8 Assembly Seats) યોજાવાની છે તે પહેલા જ ભાજપ (BJP)ના રાજકારણમાં હડકંપ સર્જાયો છે. આણંદના ઉમરેઠના ભાજપના ધારાસભ્યે (Umareth BJP MLA) રાજીનામાની જાહેરાત કરી છે. સાંસદ અને સંગઠનથી નારાજ ધારાસભ્ય ગોવિંદ પરમારે (MLA Govind Parmar)રાજીનામું આપવાની ચીમકી આપી છે. તેમણે પક્ષમાં અવગણના થતી હોવાની લાગણી વ્યક્ત કરી છે. અમૂલ ડેરી (Amul Dairy)ના નોમિની ડાયરેક્ટરને લઈ ધારાસભ્યે નારાજગી વ્યક્ત કરી છે.

આણંદના ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે રાજીનામું આપવાની ચીમકી આપી છે. તેમણે પક્ષમાં અવગણના થતી હોવાથી અને અમૂલ ડેરીના નોમિની ડાયરેક્ટરને લઈને ધારાસભ્ય નારાજ થઇ ગયા છે. ત્યાં જ તેમણે આણંદના સાંસદ મિતેષ પટેલ અને સંગઠનથી પણ નારાજગી વ્યક્ત કરી છે. તથા સરકારમાં પોતાની અવગણના કરાતી હોઈ રાજીનામું આપશે તેવું તેમણે કહ્યું છે. ગોવિંદભાઈ પરમાર આગામી મંગળવારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપશે. ગોવિંદભાઈ પરમારની આ ચિમકીથી ભાજપના રાજકારણમાં હડકંપ સર્જાયો છે. ત્યાં જ પોતાના પર આક્ષેપો થતા આણંદના સાંસદ મિતેષ પટેલે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને ધારાસભ્યના આક્ષેપોને સાંસદ મિતેષ પટેલે નકાર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગોવિંદ પરમારને અમૂલમાં જીતાડવા તેઓએ સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા.

ત્યાં જ આ મામલે સંગઠનમાં રજુઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા ગોવિંદભાઈ પરમાર રાજીનામુ આપી શકે છે. જેને લઇને હવે સંગઠન દ્વારા ગોવિંદ પરમારને મનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

આગામી સમયમાં જ્યારે ગુજરાતમાં 8 બેઠકોની વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ઉમરેઠ ભાજપના ધારાસભ્યની ચીમકીથી ભાજપમાં સોંપો પડી ગયો છે.

આ વીડિયો પણ જુઓ : સુરતમાં કોંગ્રેસનો અનોખો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન