BJP MLA Jagdish Panchal's Corona test positive
  • Home
  • Ahmedabad
  • ઈમરાન ખેડાવાલા બાદ અમદાવાદના વધુ એક ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત, આ એક લક્ષણ દેખાતા કરાવ્યો ટેસ્ટ અને પછી…

ઈમરાન ખેડાવાલા બાદ અમદાવાદના વધુ એક ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત, આ એક લક્ષણ દેખાતા કરાવ્યો ટેસ્ટ અને પછી…

 | 2:50 pm IST

કોરોના મહામારીમાં ભારતમાં ઊંચા મૃત્યુદરથી ગુજરાતમાં આરોગ્ય સેવાઓનું નબળું પ્રદર્શન આપોઆપ જાહેર થઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 256 સહિત રાજ્યના 19 જિલ્લાઓમાં વધુ 376 પોઝિટીવ રિપોર્ટ મળતા ગુજરાતમાં પ્રથમ કેસ મળ્યાના 69માં દિવસે કોવિડ-19ના કેસોની સંખ્યા 15,205એ પહોંચી છે. ત્યારે આ સિલસિલામાં હવે જાણે રાજકીય નેતાઓ કોરોના સંક્રમિતની યાદીમાં તેમનું નામ જોડાવા લાગ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બાદ આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આજે વધુ એક ધારાસભ્યોનો કોરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, નિકોલના ભાજપના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે જગદીશ પંચાલને છેલ્લા બે દિવસથી તાવ આવી રહ્યો હતો. જેથી શંકા જતા તેમનો ગઈકાલે રાત્રે (બુધવાર) રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. હાલ તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 10, સુરતમાં બે, મહિસાગર અને વડોદરામાં એક-એક એમ બુધવારે એક જ દિવસમાં વધુ 23ના મૃત્યુ થતા ગુજરાતમાં આ મહામારીને કારણે અત્યાર સુધીમાં કુલ 938નો જીવ ગુમાવવો પડયો છે. 1000ને નજીક પહોંચેલા આ ચોંકાવનારા આ આંકડામાં માત્ર અમદાવાદની હોસ્પિટલોમાં દમ તોડનારા જ 769 કમનસિબ નાગરીકો છે. અમદાવાદમાં કેસનો આંકડો 11097 પહોંચ્યો છે. અમરાઈવાડી વોર્ડમાં એક જ દિવસમાં 34, ચાંદખેડામાં 20 અને સાબરમતીમાં 11 કેસ નોંધાયા છે. ઠક્કરબાપાનગરમાં 10, વસ્ત્રાલમાં 10 અને ખાડિયામાં 17 કેસ નોંધાયા છે.

શહેરમાં 19 મૃતકોમાં 15 પુરુષ અને 4 સ્ત્રી દર્દીઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં તમામ 50 વર્ષથી ઉપરના હતા. વટવા, ઇન્દ્રપુરી, ચાંદલોડીયા, ઇન્ડિયાકોલોની વિસ્તારમાં 2 -2 વ્યક્તિના મૃત્યુ થયા છે. સૈજપુર બોઘા, ઠક્કરબાપાનગર, ઇસનપુર, ગોમતીપુર, વસ્ત્રાલ, સરદારનગર, બાપુનગર, અસારવા, ભાઇપુરા, વિરાટનગર અને અમરાઇવાડીમાં 1 -1 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા
છે.

જુઓ આ પણ વીડિયો: સુરત…સુરતના ફોટોગ્રાફર યુવાને બનાવ્યા અનોખા માસ્ક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન