નોકરીમાં પરપ્રાંતીયો વધુ હશે તો BJPના MLA આંદોલન કરશે - Sandesh
  • Home
  • Featured
  • નોકરીમાં પરપ્રાંતીયો વધુ હશે તો BJPના MLA આંદોલન કરશે

નોકરીમાં પરપ્રાંતીયો વધુ હશે તો BJPના MLA આંદોલન કરશે

 | 7:50 am IST

હિંમતનગરના ઢુંઢર ગામની બાળા સાથે દુષ્કર્મ બાદ ગુજરાતભરમાં પરપ્રાંતીયો સામે રોષ ફાટી નીકળ્યો હતો અને એક પછી એક હુમલાની ઘટના સામે આવતાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયોને હિજરત કરવાની ફરજ પડી છે. ગુજરાતમાં ભડકાની આ સ્થિતિમાં ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનો વીડિયો વારયલ થયો છે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદનને ટાંકી તેઓ કહે છે કે, જો ૮૦ ટકા સ્થાનિકોને રોજગારી નહિ મળે તો ચલાવી નહિ લેવાય.

વીડિયોમાં તેઓ કહે છે કે, ૫૦ ગામના લોકોની હાજરીમાં કહું છું કે જો સ્થાનિકોને રોજગારી નહિ મળે તો યુવાઓને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે. અત્યારે હું સર્વે કરાવી રહ્યો છું. આમ ભાજપના ધારાસભ્ય અત્યારે સર્વે કરાવી રહ્યા છે કે, કેટલા સ્થાનિકો અને કેટલા પરપ્રાંતીયો કામ કરી રહ્યા છે એ પછી તેઓ આંદોલન કરવાના છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિવાદ વધુ વકરે તેવું લાગી રહ્યું છે.

રાજેન્દ્રસિંહનો લૂલો બચાવ

સ્થાનિકોની રોજગારીના મુદ્દા અંગે  રાજેન્દ્રસિંહે એવી સ્પષ્ટતા કરી કે, મારો ઈરાદો સ્થાનિકોને વધારે રોજી-રોટી મળે તેવો છે, પરંતુ ક્યાંય એવું નથી કહ્યું કે અન્ય રાજ્યના લોકોના પેટ ઉપર લાત મારવાનું. અમે અન્ય રાજ્યના લોકો સાથે પણ પ્રેમભાવથી રહેતા આવીએ છીએ અને હંમેશા બધા ભારતીયો છે. તેમ માનીને દરેકનું સન્માન કરીએ છીએ.