BJP MLA Surendra Singh says Sapna and Sonia Gandhi Have Same Profession
  • Home
  • Videos
  • Featured Videos
  • BJP ધારાસભ્યે સપના ચૌધરી અને સોનિયા ગાંધીની સરખામણી કરતા કરી વાંધાજનક ટિપ્પણી

BJP ધારાસભ્યે સપના ચૌધરી અને સોનિયા ગાંધીની સરખામણી કરતા કરી વાંધાજનક ટિપ્પણી

 | 7:09 pm IST

લોકસભા ચૂંટણીનો સમય જેમ નજીક આવી રહ્યો છે રાજનીતિક નિવદેનોમાં પણ કટાક્ષ અને ઝડપ વધી રહી છે. ઉત્તર પ્રદેશના બલિયાના બૈરિયાથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસમાં સામેલ સપના ચૌધરી પર ખૂબજ વાંધાજનક ટિપ્પણી કરી છે.

રિપોર્ટ મુજબ સુરેન્દ્ર સિંહે મીડિયા એજન્સીને કહ્યું કે,‘રાહુલજીએ નર્તકી સપના ચૌધરીને અપનાવી છે. સારી વાત છે કે તેઓ તેમની પરંપરાને અનુસરીને આગળ વધારી રહ્યા છે. તેમની માતા પણ ઈટલીમાં આજ વ્યવસાયમાં હતા. જેમ તેના પિતાજીએ સોનિયાજીને અપનાવ્યા હતા, તમે પણ ભારતની રાજનીતિમાં સપનાને અપનાવી નવી રાજનીતિક પારીની શરૂઆત કરો. તેના માટે તમને શુભેચ્છા.’ ઉલ્લેખનીય છે બૈરિયાના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ ઘણી વખત વાંધાજનક નિવદનોના કારણે ચર્ચામાં રહ્યા છે. આ પહેલા પણ તેમને બસપા સુપ્રીમો માયાવતીની ઉમરને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન