bjp mp gautam gambhir isis threat updates pakistan email ip adress delhi police
  • Home
  • Featured
  • ચોંકાવનારો ખુલાસોઃ પાકિસ્તાનથી મળ્યો હતો ગંભીરને ધમકીભર્યો ઈમેલ

ચોંકાવનારો ખુલાસોઃ પાકિસ્તાનથી મળ્યો હતો ગંભીરને ધમકીભર્યો ઈમેલ

 | 12:45 pm IST
  • Share

  • ગૌતમ ગંભીર કેસમાં મોટો ખુલાસો

  • પાકિસ્તાનથી મળ્યો હતો ધમકીભર્યો ઈમેલ

  • દિલ્હી પોલિસની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

 

ક્રિકેટરથી રાજનેતા બની રહેલા ગૌતમ ગંભીરને પાકિસ્તાનથી ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. તપાસમાં આ વાતનો ખુલાસો કરાયો છે. આ કેસમાં દિલ્હી પોલિસ તપાસમાં જોડાયેલી છે.

 

દિલ્હી પોલિસે ગૂગલની મદદથી મેળવી જાણકારી

ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલિસે ગૂગલની મદદથી જાણકારી માંગી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે ગંભીરને આ ઈમેલ પાકિસ્તાનથી મળ્યો છે. ISISએ ગૌતમ ગંભીર સિવાય પણ અનેક લોકોને આવો ધમકીભર્યો ઈમેલ મોકલ્યો છે.

બુધવારે મળી હતી ઈમેલ દ્વારા ધમકી, 24 કલાકમાં 2 વાર મળી ધમકી

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરને સતત બીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી તેમને બુધવારે બપોરે ઈમેલ દ્વારા આપવામાં આવી છે. 24 કલાકની અંદર તેને બીજી વખત મેલ દ્વારા ધમકીઓ મળી છે. આ પહેલા મંગળવારે રાત્રે પણ તેને આવો જ ઈ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા પર ગૌતમ ગંભીરે આરોપ લગાવ્યો છે કે તેને ISIS કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. સાંસદ ગંભીરે હવે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

પૂર્વી દિલ્હી લોકસભા સીટથી સાંસદ છે

આપને જણાવી દઈએ કે ગૌતમ ગંભીર રાજધાની દિલ્હીની પૂર્વી દિલ્હી લોકસભા સીટથી સાંસદ છે. પૂર્વમાં તે ભારતના માટે ક્રિકેટ રમી ચૂક્યા છે. થોડા સમય પહેલા તેઓએ રાજનીતિ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને સાવચેતીના પગલા તરીકે તેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણનું કહેવું છે કે ગૌતમ ગંભીરના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૌતમ ગંભીરે ગઈ કાલે રાત્રે જ ફરિયાદ નોંધાવી હતી. તમને જણાવી દઈએ કે ગૌતમ ગંભીર ભૂતકાળમાં ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ દ્વારા ઈમરાન ખાનને પોતાનો મોટો ભાઈ ગણાવવા પર તીખી પ્રતિક્રિયા આપી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો