ગીતની ફરમાઈશ પર BJPના મનોજ તિવારીએ શિક્ષિકાનું અપમાન કર્યું, Video વાઈરલ

1793

બીજેપીના સાંસદ અને જાણીયા ગાયક મનોજ તિવારીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. દિલ્હીના યમુનાવિહારમાં યોજાયેલા એક કાર્યક્રમનો આ વીડિયો છે. જેમાં એક શિક્ષિકાએ મનોજ તિવારીને મંચ પર ગીત ગાવાની ફરમાઈશ કરી હતી. આ સાંભળી મનોજ તિવારી તેના પર ભડકી ઉઠ્યા હતા અને શિક્ષિકાને મંચ પરથી નીચે ઉતારી પાડી હતી. ગુસ્સામાં આવેલા મનોજ તિવારીએ શિક્ષિકાને શું કહ્યું તે માટે તમારે આ વીડિયો જોવા પડશે.