BJP MP Mohan Kundaria And leader clash ahead of cm visit in rajkot flood
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજકોટ: CMના આગમન સમયે BJP સાંસદ અને જિલ્લા ઉપાધ્યક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી

રાજકોટ: CMના આગમન સમયે BJP સાંસદ અને જિલ્લા ઉપાધ્યક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી

 | 2:17 pm IST
  • Share

મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના બીજા જ દિવસે ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાજકોટમાં તેમના આગમન સમયે જ ભાજપના સાંસદ અને જિલ્લા ઉપાધ્યક્ષ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ચેતન રામાણી અને સાંસદ મોહન કુંડારિયા વચ્ચે તું..તું..મેં..મેંનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચેતન રામાણીએ ભાજપ સાંસદ મોહન કુંડારિયાને ખરીખોટી સંભળાવી દીધી હતી. જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષે સાંસદ મોહન કુંડારિયાને 7 વર્ષથી પોતાનું કાર્યાલય ના ખોલવા બાબતે ટોણો મારતા જણાવ્યું હતું કે, તમે 7 વર્ષથી રાજકોટમાં પોતાનું કાર્યાલય પણ ખોલ્યું નથી અને જ્યારે મુખ્યમંત્રી આવે ત્યારે પહોંચી જાવ છો. જેના કારણે સાંસદ કુંડારિયા રોષે ભરાયા હતા અને તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મર્યાદામાં રહો.

ભાજપના બે આગેવાનો વચ્ચેની લડાઈ આગળ વધે અને પક્ષનું વધુ ખરાબ દેખાય તે પહેલા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી મેયર પ્રદીપભાઈ ડવ, સાંસદ રામભાઈ મોકરીયા સહિતનાઓ વચ્ચે પડા હતા અને બંનેને સમજાવીને એકબીજાથી દૂર કરી દીધા હતા

જો કે ભાજપના બે નેતાઓ વચ્ચેની શાબ્દિક ટપાટપી આગળ વધે તે પહેલા જ ભાજપના અન્ય નેતાઓ વચ્ચે પડ્યા હતા. તેઓએ સાંસદ અને જિલ્લા ઉપાધ્યક્ષને સમજાવીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન