Poonam Mahajan criticises Congress Leader Adhir Ranjan
  • Home
  • Featured
  • BJPના સાંસદ પૂનમ મહાજને કોંગ્રેસના અધિર રંજન ચૌધરીને કહ્યું – તમે તો એક મહિલા સાથે…

BJPના સાંસદ પૂનમ મહાજને કોંગ્રેસના અધિર રંજન ચૌધરીને કહ્યું – તમે તો એક મહિલા સાથે…

 | 3:37 pm IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધિર રંજન ચૌધરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણને ‘નિર્બલા’ સીતારમણ કહેવાને લઈને વિવાદનો વંટોળ ઉભો થયો છે. હવે ભાજપના સાંસદ પૂનમ મહાજને અધીર રંજન પર વળતો પ્રહાર કર્યો છે. પૂનમ મહાજને અધીર રંજનને એક જ પરિવારની મહિલા માટે ઉભા રહેવાને લઈને ટોણો માર્યો હતો.

ભાજપે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી પાસે વડાપ્રધાન નરેન્દ્ર, ગૃહ મંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારામણ પર સોમવારે કરેલી ટિપ્પણી અંગે માફીની માંગ કરી હતી. જેના જવાબમાં ગઈ કાલે ભાજપના સાંસદે જવાબ વાળ્યો હતો.

આજે ભાજપ સાંસદ પૂનમ મહાજને કહ્યું કે, ગઈકાલે તમામ સભ્યો તેલંગાણામાં ડોક્ટરની હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ અંગે એક સાથે હતા, પણ થોડી વાર પછી જેમનું નામ ધીર છે, એવા અધીર રંજનજીના ધૈર્યનો બંધ તૂટ્યો હતો. તેમણે સીતારામણ પર ટિપ્પણી કરી હતી, એ ખોટું હતું. પૂનમે કહ્યું હતું કે, નિર્બળ તો તમે છો દાદા(અધીર રંજન)કે એક જ પરિવારની મહિલા માટે તમે ઊભા છો અને તેના સન્માન અને સુરક્ષા માટે જ લડી રહ્યા છો.

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, દેશમાં ડુંગળીની કિંમત વધતી જઈ રહી છે. દેશના ઘણા શહેરોમાં ડુંગળીના રૂપિયા 100ને પાર થઈ ગયા છે. પીએમ કહે છે કે, તેઓ પોતે ડુંગળી નથી ખાતા અને ખાવા પણ નહીં દે. અધીર રંજને કહ્યું કે અમે એમ નથી કહેતા કે પીએમ મોદી ખાઈ જાય છે. પણ વચેટીયાઓ જરૂર ખાઈ જાય છે.

શું કહ્યું હતું અધીર રંજને?

ગત રવિવારે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ એક વિવાદાસ્પદ નિવેદન આપતા પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ઘુષણખોર ગણાવ્યા હતાં. અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું, એનઆરસીના નામે એક એવુ વાતાવરણ ઉભુ કરવામાં આવી રહ્યું છે કે આપણા દેશના વાસ્તવીક નાગરિક નથી તે પણ વિચારવા લાગ્યા છે કે, હવે અમારૂ શું થશે. આ લોકો ક્ંઈ બધા કાગળીયા લઈને ના બેઠા હોય. ગરીબ,, આદિવાસી, પછાત વર્ગના લોકોને તો બે ટંક ખાવાની ચિંતા હોય છે, કાગળ વિષે વિચારવાનો તો તેમની પાસે સમય જ નથી હોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન