BJP MP Subramanian Swamy UNO Under Secretary General Adama Dieng Report
  • Home
  • Featured
  • UNના અંડર સેક્રેટરી વિરૂદ્ધ શિંગડા ભરાવશે સુબ્રમણ્યમ સ્વામી, કરશે માનહાનિનો કેસ

UNના અંડર સેક્રેટરી વિરૂદ્ધ શિંગડા ભરાવશે સુબ્રમણ્યમ સ્વામી, કરશે માનહાનિનો કેસ

 | 6:31 pm IST

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યૂએનઓ)ના નરસંહાર અટકાવવા માટે વિશેષ સલાહકાર એડમા ડિએંગની એ ટિપ્પણીઓને બદનામ કરવા માટે કરાયેલુ જુઠ્ઠાણું ગણાવ્યું છે, જેમાં ડિએંગે મુસ્લિમોને લઈને કથિત ટિપ્પણીઓને ખુબ જ ચિંતાજનક ગણાવી હતી.

સુબ્રમણ્યમ સ્વામીએ ડિએંગ વિરૂદ્ધ કેસ કરવાનું સ્પષ્ટ કરતા કહ્યું છે કે, તે ટુંક સમયમં જ ડિએંગને કાયદાકીય નોટિસ મોકલશે. સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રના અધિકારીએ ન્યૂયોર્કમાં એક વાતચીત દરમિયાન મને બદનામ કરતા કહ્યું હતું કે, મેં એક પાકિસ્તાનની માલિકીની ટીવી ચેનલને આપેલા એન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ભારતીય્ય બંધારણ મુસલમાનોને લઈને સમાન અધિકાર નથી આપતુ. પરંતુ આ એક મોટુ જુઠ્ઠાણું છે.

સ્વામીએ આ મામલે ગઈ કાલે ગુરૂવારે એક ટ્વિટ કર્યું હતું. જેમાં સ્વામીએ ડિએંગ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરવાના ઈરાદા વ્યક્ત  કર્યા છે. સ્વામીએ કહ્યું હતું કે, તેમને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાને પત્ર લખીને ડિએંગ વિરૂદ્ધ કેસ ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સ્વામીએ કહ્યું છે કે,, ડિએંગને ટૂંક સમયમાં જ કાયદાકીય નોટિસ આપવામાં આવશે. ડિએંગ સેનેગલના આંતરરાષ્ટ્રીઉઅ વકીલ અને રવાંડા તરફથી ગુનાહિત ન્યાયાધિક્રણના પૂર્વ રજિસ્ટાર છે.

ઉલ્લેખનીય છે કે, ડિએંગએ ગત સપ્તાહે ન્યૂયોર્કમં મીડિયાને આપેલી એક નોટમાં ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં ભારતમાં અલ્પસંખ્યકો વિરૂદ્ધ નફરત ફેલાવનારા ભાષણ અને ભેદભાવમાં વધારો થવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ડિએંગએ સુબ્રમણ્યમ સ્વામીનું નામ લઈન કહ્યું હતું કે, સંસદના સભ્ય તરફથીએ આ પ્રકારનું નિવેદન આપવું એક મુસલમાનો માટે યોગ્ય નથી અને ખુબ જ ચિંતાજનક બાબત છે.

આ વીડિયો પણ જુઓ : લોકડાઉન-04માં રાજ્ય સરકાર લોકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને છૂટછાટનો દૂર ઉપયોગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન