BJP MP Varun Gandhi shared a video of Atal Bihari Vajpayee
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વાજપેયીના વીડિયો દ્વારા વરુણ ગાંધીએ BJP પર નિશાન સાધ્યું!

વાજપેયીના વીડિયો દ્વારા વરુણ ગાંધીએ BJP પર નિશાન સાધ્યું!

 | 4:01 pm IST
  • Share

  • વરુણ ગાંધી ઘણા સમયથી પાર્ટી લાઈન વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે
  • થોડા દિવસ પહેલા તેઓ કોંગ્રેસમાં સામેલ થશે તેવી પણ અફવા ઉડી હતી
  • ઉત્તર પ્રદેશમાં સોનિયા ગાંધી સાથે વરુણ ગાંધીના પોસ્ટરો લાગ્યા હતા

BJP સાંસદ વરુણ ગાંધીએ ફરી એકવાર પોતાની જ પાર્ટી સામે અવાજ ઉઠાવ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો એક વીડિયો શેર કરીને તેમણે પોતાની જ પાર્ટીને સલાહ આપી છે. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ 1980માં આપેલા એક ભાષણનો વીડિયો શેર કર્યો છે જેમા તેમણે તત્કાલિક પ્રધાનમંત્રી ઈન્દિકા ગાંધી સરકારને ખેડૂતો પર થતા અત્યાચાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોને પોતાનું સમર્થન આપ્યું હતું.

વરુણ ગાંધીએ ટ્વીટ કર્યું, મોટા દિલવાળા નેતાના બુદ્ધિમાન શબ્દ… કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાની સામે આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે સહાનુભૂતિ રાખવામાં વરુણ ગાંધી હંમેશા આગળ રહ્યા છે અને હવે વાજપેયીનું ભાષણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને કેન્દ્ર સરકારને તેના સંદેશના રૂપમાં જોવામાં આવી રહ્યું છે

વરુણ ગાંધીએ શેર કરેલા વીડિયોમાં અટલજી કહી રહ્યા છે કે, જો સરકાર ખેડૂતોને દબાવશે, કાયદાનો દૂરઉપયોગ કરશે અને શાંતિપૂર્ણ આંદોલનને ખતમ કરવાની કોશિશ કરશે તો અમે ખેડૂતોમાં સંધર્ષમાં સામેલ થવામાં વાર નહીં લગાવીએ. નોંધનિય છે કે, વરુણ ગાંધીએ લખીમપુર ખીરીમાં બનેલી ઘટના અંગે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે, જેમા મુખ્ય આરોપી તરીકે આશિષ મિશ્રાનું નામ સામે આવી રહ્યું છે. તો બીજી તરફ તાજેતરમાં જ વરુણ ગાંધીને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો