BJP national general secretary Santosh and Yadav had 'secret' meetings throughout the day
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સંતોષ અને યાદવની દિવસભર ‘ગુપ્ત’ બેઠકો ચાલી, નીતિન પટેલ સહિત નેતાઓ મોડા પહોંચ્યા

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સંતોષ અને યાદવની દિવસભર ‘ગુપ્ત’ બેઠકો ચાલી, નીતિન પટેલ સહિત નેતાઓ મોડા પહોંચ્યા

 | 8:35 am IST
  • Share

  • CM હાઉસની બેઠકમાં નીતિન પટેલ અને આ બન્ને રાષ્ટ્રીય નેતા મોડા પહોંચ્યા
  • નવલાવાલા, કૈલાસનાથનની હવે ફરી નવી એપોઈન્ટમેન્ટ થશે

ગુજરાત ભાજપ પ્રભારી અને દેશના રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવ નવા મુખ્યમંત્રીની શપથવિધીમાં અદશ્ય રહ્યા હતા. સોમવારની સવારે દિલ્હીમાં અને રાતે અમદાવાદ પાછા આવેલા યાદવે દિલ્હી જતા દેશના ગૃહમંત્રી સાથે શાહીબાગ સ્થિત એનેક્સી સર્કિટ ર્સિકટ હાઉસમાં બંધ બારણે પોણો કલાક સુધી મુલાકાત કરી હતી.

જેના આધારે ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે મંગળવારે દિવસભર ગૃપ્ત બેઠકો યોજ્યાનું જાણવા મળ્યુ છે. કહેવાય છે કે, સોમવારની રાતે ગૃહમંત્રી અમિત શાહ સાથે ર્સિકટ હાઉસમાં મુલાકાત દરમિયાન પ્રભારી ભૂપેન્દ્ર યાદવને નવી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો, કોને પડતા મુકવા તે સંદર્ભે સુચનાઓ આપી હતી.

સરકારમાં વ્યવસ્થાના ભાગરૃપે મુખ્યમંત્રીના કાર્યાલયમાં તેમજ મંત્રીઓના કાર્યાલયોમાં જે કોઈ કરાર આધારિત નિમણૂકો હોય તે રદબાતલ થાય છે અને નવી સરકારમાં નવેસરથી ફરીથી નિમણૂકો થાય છે. આ પરિપ્રેક્ષ્યમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન્, મુખ્યમંત્રીના જળસંપત્તિ બાબતોના સલાહકાર બાબુભાઈ નવલાવાલા તેમજ ડિફેન્સ અને એરોસ્પેસ ઉદ્યોગોના સલાહકાર એરમાર્શલ આર.કે. ધીરની હવે નવેસરથી ફરી એપાઇન્ટમેન્ટ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન