સોમનાથમાં ગુરવારથી ભાજપની રાષ્ટ્રીય કારોબારી ; ગુજરાતમાં ટારગેટ '૧૫૦ અપ' - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સોમનાથમાં ગુરવારથી ભાજપની રાષ્ટ્રીય કારોબારી ; ગુજરાતમાં ટારગેટ ‘૧૫૦ અપ’

સોમનાથમાં ગુરવારથી ભાજપની રાષ્ટ્રીય કારોબારી ; ગુજરાતમાં ટારગેટ ‘૧૫૦ અપ’

 | 11:15 pm IST

ભૂવનેશ્વરમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના છ દિવસ બાદ આવતીકાલ તા.21મીએ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામથક ખાતે સોમનાથ મંદિરના સાંનિધ્યમાં મળનારી બે દિવસીય રાષ્ટ્રીય કારોબારી પર રાજકીય નેતાઓની મીટ મંડાયેલી છે. 12 જ્યોતિર્લિંગ પૈકી ‘કાશી (ઉત્તરપ્રદેશ)થી સોમનાથ (ગુજરાત)’ને કારોબારી મંથનની થીમ બનાવી યુ.પી.ની જેમ ગુજરાત-2017 વિધાનસભા ચૂંટણી સર કરવાનો મુદ્દો બે દિવસીય બેઠકના એજન્ડામાં મુખ્ય મુદ્દાઓમાંનો એક બની રહેશે.

18072623_200486653790112_1886800471_n
આ બેઠક માટે સોમનાથમાં વિશાળ ડોમ્સ બનાવાયા છે, અને આ સ્થળને પંડિત દીનદયાળ ઉપાધ્યાયનગર નામ અપાયું છે, જ્યાં બે દિવસ દરમિયાન દેશભરમાંથી ભાજપના સંગઠનના 500થી વધુ આગેવાનો હાજરી આપશે. પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી બેઠકની આગેવાની લેશે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના નવા નિમાયેલા પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને પૂર્વપ્રભારી દીનેશ શર્મા 22મીએ બેઠકમાં હાજરી આપવાના છે. ભૂપેન્દ્ર યાદવ અને દીનેશ શર્મા બન્નેનું સન્માન કરવામાં આવશે. શુક્રવાર બપોરે 2-30 થી 4-30 અને સંભવત  સાંજે અથવા રાતે ભોજન પછી, શનિવારે સવારે 10 થી 12 કારોબારી મળશે. મહાનુભાવોને શ્સાગરદર્શનશ્ તથા ચારે’ક હોટલોમાં ઉતારો અપાયો છે. કારોબારીની પૂર્વ સંધ્યાએ મળેલી સંગઠન અગ્રણીઓની બેઠકમાં પ્રદેશના હોદ્દેદારો, જિલ્લા પ્રમુખોએ ભાગ લીધો હતો. આ બેઠક આજે મોડી સાંજ સુધી ચાલી હતી, અને આવનારા દિવસોમાં જિલ્લાઓમાં તથા મંડળવાર શું શું કામગીરી કરવી તે આયોજન ઘડાયું હતું. આર્થિક અને રાજકીય એ બે મુદ્દાના ઠરાવ પર ચર્ચા કરાઈ હતી, જેને સ્વરૃપ આપવા કાલે કારોબારીમાં મુકાશે. કારોબારીના એજન્ડા પર પ્રાથમિક ચર્ચા પણ થઈ હોવાનું સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરારે જણાવ્યું હતું.

18073474_200486567123454_573784970_n

ગત શનિવારે ભૂવનેશ્વરમાં ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભગવો લહેરાવવાનો કોલ આપ્યો હતો, અને ગુજરાત-હિમાચલ પ્રદેશ-ઓડિસા ચૂંટણીની રણનીતિ ઘડવા પર ભાર મૂકાયો હતો તે જોતાં હવે સોમનાથમાં મળવા જઈ રહેલી ભાજપ રાષ્ટ્રીય કારોબારીમાં આ સહિત રાષ્ટ્રકક્ષાના કાર્યક્રમો જેવા મુદ્દાઓ પર મંથન થશે તેમ સૂત્રો જણાવે છે. જો કે, સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી જસાભાઈ બારડે જણાવ્યું કે એજન્ડા પ્રદેશકક્ષાએ નક્કી થયો હોય, જે કાલે બપોરે ૨ વાગ્યે જ ખબર પડશે, દર ત્રણ મહીને મળતી સમીક્ષા બેઠક જેવી જ આ બેઠક છે.

18051949_200486597123451_720716464_n

182 દીવડા, સોમનાથ દાદાને કમળપૂષ્પો
શુક્રવારે સાંજે કારોબારી બેઠકના તુરંત બાદ ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરના ભાજપ પ્રમુખો, મહામંત્રી અને અપેક્ષિત કારોબારી સભ્યો સાગરદર્શન હોલ સામે સમુદ્રકિનારે 182 દીવડા પ્રગટાવશે; આ આંકડો રાજ્ય વિધાનસભા બેઠકો સૂચવે છે. 2017 ચૂંટણીમાં વિજય માટે રણનીતિ ઘડવા ઉપરાંત સોમનાથ મંદિરે મહાદેવને અપક્ષિત કારોબારી સભ્યો કમળ પૂષ્પ ચઢાવીને પૂજા કરશે.

18072840_200486660456778_1342023860_n

હોડીમાં નરેન્દ્ર મોદી, અમિત શાહના કટઆઉટ્સ
સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્ર પીઠિયાએ જણાવ્યું કે, સમુદ્રકિનારે સાગરખેડૂઓ દ્વારા કરાયેલા એક આયોજન અંતર્ગત વિશાળ હોડીમાં ભાજપના ઝંડા અને લાઈટિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના વિશાળ કટઆઉટ્સ મૂકાયાં છે, જે કાલે રાતે જોવા મળશે. કારોબારી સ્થળે ‘કાશીથી સોમનાથ’ અને (ઉત્તરપ્રદેશમાં 300ની જેમ) ગુજરાતમાં 150થી વધુ બેઠકોનો લક્ષ્ય સૂચવતી વિશાળ રંગોળી તૈયાર કરાઈ છે.

18051662_200486670456777_786924031_n

કારોબારીમાં કોણ કોણ હાજર રહેશે
* ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ
* ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ
* ગુજરાતના પૂર્વપ્રભારી, યુપીના ડેપ્યુટી સીએમ દીનેશ શર્મા
* ગુજરાતના મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ , મહામંત્રી
* પ્રદેશોના હોદ્દેદારો, જિલ્લા પ્રભારીઓ
* વિવિધ મોરચાના પ્રભારીઓ
* બીજા રાજ્યોમાંથી ૫૦ વિસ્તારકો અભ્યાસ કરવા આવશે.

18051893_200486673790110_295227905_n

150 + પાછળ ભાજપનું પાક્કું ગણિત : પ્રવક્તા
ભાજપ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું કે, સોમનાથથી અયોધ્યાની યાત્રા પછી ગુજરાતમાં આજ સુધી વિજય થતો આવ્યો છે ત્યારે 150થી વધુ બેઠકના નારા સાથે કારોબારીનો પ્રારંભ થશે. લોકસભાની ગુજરાતની તમામ 26, યુપીમાં 80માંથી 73 અને યુપી વિધાનસભામાં 300થી વધુ બેઠકો મળી છે તે આંકડા જોતાં ગુજરાતમાં 150+ની આશા છે. કોંગ્રેસ પાસે હાલ કોઈ ચહેરો નથી. કોંગ્રેસમાં વીઆઈપી કલ્ચર છે તેમ તેમણે ઉમેર્યું હતું.