BJP National Secretary Ram Madhav Says India is Not 'Dumping Market'
  • Home
  • Featured
  • અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીનો ધડાકો- ચીન ભારત સામે રમી રહ્યું છે ગોરીલા યુદ્ધ

અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીનો ધડાકો- ચીન ભારત સામે રમી રહ્યું છે ગોરીલા યુદ્ધ

 | 10:56 am IST

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મહાસચિવ રામ માધવે કહ્યું હતું કે અમારો પક્ષ એવા વિચારોનું સ્વાગત કરે છે કે જે ભારતે પોતાના હિતોની કાળજી રાખી મોટાભાગના દેશો સાથે જોડાવું જોઈએ. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર ભાગીદારીનાં મહત્વકાંક્ષી લક્ષ્યાંક છે. પરંતુ એક વાત કે જે અમેરિકાએ સમજવાની જરૂર છે, તે એ છે કે અમે એક ડંપિંગ બજાર નથી.

સરકાર ઈચ્છે છે કે ભારત ઘરઆંગણે બજાર અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) ને આગળ વધારી ટ્રેડિંગ હબ તરીકે ઉભરીને સામે આવે. નવી દિલ્હીમાં યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ ફોરમને સંબોધિત કરતા માધવે કહ્યું હતું કે રક્ષા, સંચાર, ઉર્જા અને સ્વાસ્થ્ય સેવા મુખ્ય ક્ષેત્ર છે. આજે અમારી પાસે વ્યાપારિક સમજૂતીને ડીલ કરવા માટે સૌથી સારું મગજ ધરાવી છીએ. ચીન ભારતનો નજીકનો પડોશી છે અને અમે વૈશ્વિક તથા ક્ષેત્રિય દબાવોથી ઉપર સમજૂતીને જોવાની જરૂર છે. જે રીતે ભારત અને ચીન બન્ને આગળ વધી રહ્યા છે, એકબીજાના સ્પર્ધક હોવા અને આ ક્ષેત્રમાં તમામ રીતે સંશાધનોનો ઉપયોગ કરવાની આવશ્યકતા છે. હું એ સ્પષ્ટપણે કહેવા માગું છું કે આજે ચીન-ભારત સંબંધ અમેરિકા -ભારત સંબંધ કરતાં વધારે સારા છે.

અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાને ભારતને લઇ કર્યો કટાક્ષ

કાર્યક્રમમાં ઉપસ્થિત અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન કોન્ડોલીઝા રાઈસે માધવના નિવેદનને લઈ કટાક્ષ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ચીન ભારત સાથે ગોરીલા યુદ્ધ રમી રહ્યું છે. સૌ કોઈ તેને જોઈ રહ્યું છે, પરંતુ ભારત તેની સાથે અનેક રીતે જોડાવા માગે છે. આજે ભારતને તમામ ક્ષેત્રોમાં વિકાસ માટે ખાનગી ક્ષેત્ર સાથે જોડાવું જરૂરી છે. તેમણે એ જોવાની જરૂર છે કે અમેરિકન અર્થતંત્ર કેવી રીતે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP)નો ઉપયોગ કરી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ – કચ્છના લખપતમાં તીડનું આક્રમણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન