BJPના ૩ સભ્યો ગેરહાજર : ધોળકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • BJPના ૩ સભ્યો ગેરહાજર : ધોળકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય

BJPના ૩ સભ્યો ગેરહાજર : ધોળકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય

 | 1:26 am IST

ધોળકા,તા.૧૩

ધોળકા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આજે તાલુકા પંચાયત હોલમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. ધોળકા તાલુકા પંચાયતમાં બાવીસ બેઠકોમાં અગિયાર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયા હતાં. જ્યારે અગિયાર બેઠક ઉપર ભાજપના ઉમેદવારો  ચૂંટાયા હતા આથી અઢી વર્ષ પહેલાં ટાઈ પડી હતી. જેમાં ચીઠ્ઠી પ્રક્રિયાથી કોંગ્રેસના ગૌરીબહેન પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા જ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ચૂંટણી પ્રક્રિયામાં આજે એકવીસ સદસ્યોમાંથી કોંગ્રેસના દસ સદસ્યો હાજર રહ્યા હતા જ્યારે ભાજપના આઠ સદસ્યો હાજર રહ્યાં હતાં. આમ આજે બંને પક્ષના થઈ અઢાર સદસ્યો હાજર રહેતા ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં ભાજપના ત્રણ સદસ્યો કાળુભાઈ રાઠોડ, લાભુબહેન મકવાણા અને કિશોરભાઈ પરમાર ગેરહાજર રહ્યાં હતાં. આથી કોંગ્રેસના દિવ્યાબહેન સિસોદિયા ધોળકા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા ઉપપ્રમુખ ૫દે કોંગ્રેસના કેજારભાઈ બારડ ચૂંટાયા હતા.

વઢવાણ પાલિકાના ૧૦ સભ્યો કોંગીમાંથી સસ્પેન્ડ 

વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરવા બદલ ૧૦ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાજપના ઈશારે ચૂંટણી યોજી નથીઃ કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે કે, ખેડા જિલ્લાની મહેમદાવાદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનો પ્રમુખ, ઉપપ્રમુખ પદે વિજય નિશ્ચિત દેખાતા ગાંધીનગરની ભાજપ સરકારના ઈશારે ચૂંટણી ખોટી રીતે મોકૂફ રાખી છે. એ જ રીતે નવસારીના ચીખલી ખાતે વહીવટી તંત્રે ખોટી રીતે ચૂંટણી મોકૂફ રાખી છે.

;