BJP offers money and ministerial posts to quit AAP,mann
  • Home
  • India
  • BJPએ AAP છોડવા માટે પૈસા અને મંત્રીપદની આપી ઓફર

BJPએ AAP છોડવા માટે પૈસા અને મંત્રીપદની આપી ઓફર

 | 8:56 pm IST
  • Share

  • ભગવંત માને કહ્યું, યોગ્ય સમયે નેતાનું નામ જાહેર કરીશ

  • પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે

  • 2017માં આમ આદમી પાર્ટીએ 20 સીટો જીતી હતી

આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે ભાજપે તેમને આમ આદમી પાર્ટી છોડવા માટે કેબિનેટ મંત્રી પદની ઓફર કરી હતી. AAP સાંસદ ભગવંત માને ટ્વીટ કર્યું, એક રાષ્ટ્રીય પાર્ટીના ખૂબ જ વરિષ્ઠ નેતાએ મને ચાર દિવસ પહેલા ફોન કરીને AAP છોડવાનું કહ્યું. તેમણે મને મારી પસંદગીના પોર્ટફોલિયો સાથે પૈસા અને કેબિનેટ મંત્રી પદની ઓફર કરી.

AAP નેતાએ વધુમાં આરોપ લગાવ્યો કે 750 ખેડૂતોના મોત માટે પાર્ટી જવાબદાર છે. ખેડૂતોને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા, ખેડૂતોને એક વર્ષ સુધી દિલ્હી બોર્ડર પર બેસી રહેવું પડ્યું. પંજાબમાં ભાજપનો કોઈ આધાર નથી. ભાજપના નેતાઓને ગામડાઓમાં પ્રવેશવા દેવામાં આવતા ન હતા અને કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

મુખ્યમંત્રી પદ માટે અમારી પાસે ઘણા સક્ષમ નેતાઓ

ભગવંત માનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે પંજાબમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અહીં સંગરુરના સાંસદ ભગવંત માનને તેના સમર્થકો મુખ્યમંત્રીનો ચહેરો બનાવવાની માંગ કરી રહ્યા છે. તાજેતરમાં, આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમારી પાસે મુખ્યમંત્રી પદ માટે ઘણા સક્ષમ નેતાઓ છે.

યોગ્ય સમયે નામ જાહેર કરીશું

માને કહ્યું કે તેમને પૈસા કે અન્ય કોઈ વસ્તુથી ખરીદી શકાય નહીં. તેમણે બીજેપી નેતાને કહ્યું કે તે બીજા લોકો હશે જેમને તમે ખરીદી શકો. તો બીજી તરફ જ્યારે તેમને બીજેપી નેતાનું નામ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ યોગ્ય સમયે નામ જાહેર કરશે. તેમણે આરોપ લગાવ્યો કે તેને પણ પૂછવામાં આવ્યું હતું કે શું તમને પૈસાની જરૂર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો