મિશન 2019 માટે BJPનો માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે આજે લેવાયેલો આ નિર્ણય - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મિશન 2019 માટે BJPનો માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે આજે લેવાયેલો આ નિર્ણય

મિશન 2019 માટે BJPનો માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે આજે લેવાયેલો આ નિર્ણય

 | 6:22 pm IST

જમ્મૂ-કાશ્મીરમાં છેલ્લા લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલી બીજેપી-પીડીપી ગઠબંધન સરકાર ભાંગી ગઈ છે. બીજેપીએ મહેબૂબા મુફ્તી સરકાર પાસેથી પોતાનું સમર્થન પાછું ખેંચીને રાજ્યપાલ શાસન લગાવવાની વાત કરી છે તો મહેબૂબાએ પણ જરા પણ સમય લીધા વગર રાજ્યપાલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. જ્યારે આ ગંઠબંધનથયું ત્યારે રાજનૈતિક પાર્ટીઓમાં ચચાતું હતું કે આ ગઠબંધન લાંબુ ચાલશે નહી, પરંતુ લોકસભા ચૂંટણીની એક વર્ષ પહેલા બીજેપીએ જે ઝાટકા સાથે સમર્થન વાપસીની જાહેરાત કરી છે તેનાથી આ મિશન 2019 માટે માસ્ટરકસ્ટ્રોક અને મજબૂરી બન્ને માનવામાં આવી શકે છે.

2014માં જ્યારે બીજેપી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રચંડ બહુમતની સાથે સત્તામાં આવી હતી ત્યારે યૂપીએના ભ્રષ્ટાચાર બાદ તેનું સૌથી મોટું કારણ કાશ્મીર પર મનમોહન સરકારની વિફળતા જણાવી હતી. મોદી સરકારના ચાર વર્ષ અને ગઠબંધન સરકારના ત્રણ વર્ષ પુરા થયા પછી પણ કાસ્મીર આજે જ્યાં હતું ત્યાં જ ઉભું છે. અમુક જાણકારો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હોવાનો દાવો કરી રહી છે.

એવામાં બીજેપી 2019માં જ્યારે ફરીથી વોટ માંગવા જનતાની વચ્ચે જશે ત્યારે તેમને જવાબ આપવો ભારે પડી શકે છે. તેણે ધ્યાનમાં રાખતા માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર બચેલા કાર્યકાળમાં કાશ્મીરમાં આતંકવાદને કચળવા અને અલગાવવાદી સુરોને ઓછા કરવા માટે કડક વલણ અપનાવી શકે છે અને એવા કદમો પર વિચાર કરી શકે છે જે રાજ્યની સત્તામાં ભાગીદારી રહેતા તેમના માટે સંભવ નહોતું.

2016માં થયેલા વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરીને સામે આવ્યો હતો, પરંતુ રાજનૈતિક મજબૂરીના કારણે જ્યારે ભાજપને બીજા નંબરની પાર્ટી પીડીપીના મુખ્યમંત્રી પદ આપવું પડ્યું ત્યારે આખો દેશ આશ્ચર્યચકિત રહી ગયો હતો. ભાજપાએ ત્યારે દાવો કર્યો કે, જમ્મૂ-કાશ્મીરમાં વિકાસ મારફતે શાંતિ કાયમ કરવાની તેમની આ કોશિશ છે. છેલ્લા ત્રણ વર્ષમાં શાંતિ કાયમ કરવાની કોશિશોનું શું થયું તેના પરિણામો તમામ લોકોની સામે છે.

બીજેપી સામે હાલના સમયે સૌથી મોટો સવાલ કાશ્મીરમાં સરકાર ચલાવવા કરતા 2019ની ચૂંટણી જીતવી છે. મિશન 2019 માટે જરૂરી છે મોદી સરકારની છબી આતંકવાદ વિરુદ્ધ કડક પગલા લઈને દેશના લોકો સામેસારી બનાવવાની છે. કાશ્મીરની સ્થિતિ આ છબી માટે સૌથી મોટો ખતરો બની ગઈ હતી.