સૌરાષ્ટ્રમાં ચૂંટણી ટાણે ભાજપ વિરુદ્ધ પવન ફુંકાતા તૈયાર કરાયો જોરદાર 'માસ્ટર પ્લાન' - Sandesh
  • Home
  • Gujarat
  • સૌરાષ્ટ્રમાં ચૂંટણી ટાણે ભાજપ વિરુદ્ધ પવન ફુંકાતા તૈયાર કરાયો જોરદાર ‘માસ્ટર પ્લાન’

સૌરાષ્ટ્રમાં ચૂંટણી ટાણે ભાજપ વિરુદ્ધ પવન ફુંકાતા તૈયાર કરાયો જોરદાર ‘માસ્ટર પ્લાન’

 | 9:34 am IST

વિધાનસભાની ચૂંટણીમાં નારાજ મતદારોને મનાવવા માટે ભાજપ દ્વારા મોદી મેજીકનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં એક એક રેલી- સભાનું આયોજન થઈ રહ્યું છે. મોદી ઉપરાંત અન્ય સ્ટાર પ્રચારકો પણ મેદાને ઉતારાશે.

સૌરાષ્ટ્રમાં આ વખતે ગ્રામિણ વિસ્તારના મતદારો ભાજપથી વિમુખ જણાય રહ્યા છે. તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં તેનું પરિણામ પણ જોવા મળી ગયું છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પછી સ્થિતિમાં સુધારો કરી શકાયો નથી. પાટીદાર આંદોલન ઉપરાંત હવે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ટિપ્પણી ઉપર રાજપુત સમાજ પણ નારાજ થયો છે. આવી સ્થિતિમાં સ્ટાર પ્રચારકો ઉતારીને મતદારોને અંકે કરવામાં આવનાર છે.

સૌરાષ્ટ્રના બધા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમ ઉપરાંત અન્ય સ્ટાર પ્રચારકો અભિનેત્રી હેમામાલિની, અનુપમ ખેર, કિરણ ખેર, ગાયક બાબુલ સુપ્રિયો ઉપરાંત ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યક્રમો પણ યોજાશે. ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ મતદાનના આડેના ગણતરીના દિવસો હશે ત્યારે એક પછી એક કાર્યક્રમ યોજાશે. અલબત, રાજકોટ શહેર ભાજપના સુત્રોએ જણાવ્યું હતું કે, હજૂ કોઈ તારીખો જાહેર થઈ નથી પણ પ્રચાર માટે રાષ્ટ્રીય નેતાઓ આવશે.