માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે અને શાહની મુલાકાત પોણા બે કલાક ચાલી, ફડણવીસ રહ્યા બહાર - Sandesh
  • Home
  • India
  • માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે અને શાહની મુલાકાત પોણા બે કલાક ચાલી, ફડણવીસ રહ્યા બહાર

માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે અને શાહની મુલાકાત પોણા બે કલાક ચાલી, ફડણવીસ રહ્યા બહાર

 | 8:42 pm IST

આગામી લોકસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અધ્યક્ષ પાર્ટીના ‘સંપર્ક ફોર સમર્થન’ અભિયાન પર નીકળ્યા છે. તેના અંતર્ગત તેઓ દેશની મોટી હસતીઓને મળી રહ્યાં છે. આ કડીમાં આજે ભાજપ અધ્યક્ષ શાહ એનડીએમાં સહયોગી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પણ મુલાકાત કરવા મુંબઇ સ્થિત માતોશ્રીમાં પોણા બે કલાક ચાલી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યાં નહોતા.

તેમની આ મુલાકાતનો હેતુ શિવસેનાની નારાજગી દૂર કરવાનો છે. જો કે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં ભાજપની સહયોગી શિવસેના છેલ્લાં કેટલાંક સમયથી નારાજ ચાલી રહ્યાં છે. એવામાં ભાજપ લોકસભા ચૂંટણી પહેલાં તેને મનાવા માંગે છે. કારણ કે એકજૂથ વિપક્ષ સામે અડીખમ ઉભા રહેવા માટે ભાજપની સામે પોતાના સહયોગી દળોને સાધવાની રણનીતિ અપનાવી જરૂરી છે.

 

ઉદ્ધવ ઠકરેને મળ્યા તે પહેલાં અમિત શાહ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા અને ત્યાં પૂજા-અર્ચના કરી હતી. અમિત શાહ અને ઉદ્ધવની મુલાકાત પહેલાં જ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર પ્રહારો કર્યાં છે. સામનામાં લખવામાં આવ્યું કે અમિત શાહ આ ચૂંટણીઓમાં કોઈપણ રીતે 350 સીટો જીતવા માંગે છે.

2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત અમિત શાહ અભિનેત્રી માધુરી દીક્ષિતને મળ્યાં હતા. તો બપોર બાદ ભાજપના અધ્યક્ષે રતન ટાટા સાથે મુલાકાત કરી છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના અન્ય નેતાઓ પણ ઉપસ્થિત હતા. જો કે અમિત શાહ, લતા મંગેશકરને મળી શક્યા ન હતા. છેલ્લી ઘડીએ લતા મંગેશકરે તબિયત સારી ન હોવાનું જણાવી ભાજપ અધ્યક્ષને મળવાનો ઈન્કાર કરી દીધો હતો. સાથે જ ગઠબંધનમાં નારાજ હોય તેવા સાથીદારોને પણ મનાવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.જે અંતર્ગત આજે તેઓ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી.