BJP President Amit Shah Two Day Visit In Gujarat
  • Home
  • Ahmedabad
  • જાણો, બે દિવસ માટે ગુજરાત આવેલા અમિત શાહે ઘરેથી જ નેતાઓને ફોન કરી શું પૂછયું?

જાણો, બે દિવસ માટે ગુજરાત આવેલા અમિત શાહે ઘરેથી જ નેતાઓને ફોન કરી શું પૂછયું?

 | 11:28 am IST

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બુધવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. ગુરૂવારે તેમણે પોતાના નિવાસસ્થાનેથી જ સરકાર અને પ્રદેશ ભાજપના નેતાઓને ફોન ઉપર સૂચના આપી હતી. રાજ્યમાં પરપ્રાંતીઓ પર થયેલા હુમલાની ઘટના સંદર્ભે માહિતી પણ મેળવી હતી.

નવરાત્રિ દરમિયાન પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીની માંડવીના દર્શન માટે આવેલા અમિત શાહના નિવાસ સ્થાને પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રદિપસિંહ વાઘેલા સિવાય ખાસ કોઈ મુલાકાતીઓ જોવા મળ્યા ન હતા. કહેવાય છે કે, રાજ્યમાં પરપ્રાંતીઓ પર થયેલા હુમલાની ઘટના અંગે કેટલાક નેતાઓ સાથે વાતચીત કરીને તાગ મેળવ્યો હતો. ગુરૂવારે રાત્રે તેઓ ગાંધીનગર પાસેના માણસા ખાતે માતાજીની માંડવીના દર્શન કરવા પરિવાર સાથે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પરિવાર સાથે બહુચર માતાજીના આરતી- પુજન કર્યા હતા.

અમિત શાહે પ્રદેશનાં મોટા નેતાઓ સાથે ટેલીફોન પર વાતચીત કરીને ગુજરાતની છેલ્લામાં છેલ્લી સ્થિતિની માહિતી લીધી હતી તેમજ જરૂરી સૂચનાઓ પણ આપી હતી.