#BJP president #CRPatil's card program held in #Sabarkantha
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પેજ કમિટીના કાર્યક્રમમાં પાટીલના નિવેદનથી પક્ષના જ ધારાસભ્યો ચિંતામાં!

પેજ કમિટીના કાર્યક્રમમાં પાટીલના નિવેદનથી પક્ષના જ ધારાસભ્યો ચિંતામાં!

 | 11:34 am IST
  • Share

  • પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલનો સંકેત: વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતારશે 100 નવા ચહેરા?

  • પાટીલના એક નિવેદને ધારાસભ્યોમાં ખળભળાટ

  • કેટલાક રીટાર્યડ થશે,નવા લેવાના એટલે 100 થાય,  પણ કોઈએ બંધ બેસતી પાઘડી ન પહેરવી: પાટીલ

આજે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું અને કાર્યકરો સાથે બાઈકલ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ટાઉનહોલ ખાતે પહોંચ્યા બાદ પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે એક સભા સંબોધી હતી. જ્યાં તેમણે વિરોધીઓ પાર્ટીઓ પર જોરદાર વરસ્યા હતા. પાટીલે સભામાં સંબોધન કરતા કોંગ્રેસ અને આપને આડે હાથે લેતા આપને ડ્રાંઉં ડ્રાંઉં પાર્ટી ગણાવી હતી. તો બીજી તરફ કાર્યકર્તાને સંસ્થામાં નોકરી અપાવી હોવાનો પણ સ્પીચમાં ઉલ્લેખ કર્યો હતો.

આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે, ત્યારે 2022ની ચૂંટણી પહેલા સીઆર પાટીલે પક્ષના જ નેતાઓની ટિકીટ વિશે એક નિવેદન આપ્યું હતું. પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે નેતાઓને સંકેત આપતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 100થી વધુ ધારાસભ્યોને પડતાં મુકાશે. કેટલાક રીટાર્યડ થશે અને કેટલાક નવા લેવાના એટલે 100 થાય. પરંતુ તાત્કાલિક પાટીલે પક્ષના કોઈ નેતા કે કાર્યકરોમાં રોષ ન ફેલાય તે રીતે વાત વાળી હતી. તેમણે છેલ્લે એવું પણ જણાવ્યું હતું કે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ માટે પહેલા સર્વે થાય છે અને ટિકિટ હાઈકમાન્ડ નક્કી કરે તેને આપવામાં આવે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ધારાસભ્યોનું કામ જોવામાં આવશે, તેઓ લોકો સુધી પહોંચવામાં કેટલા સફળ થયા છે, તેમના વિસ્તારમાં કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે. ​

પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આડકતરી રીતે ભાજપના નેતાઓને સાનમાં સંકેત આપી દીધા છે. બીજી બાજુ સહકારી ક્ષેત્રે હોદ્દા ધરાવતા નેતાઓને પણ સૂચન કર્યું કે સહકાર વિભાગમાં ભાજપના કાર્યકર્તાઓને નોકરીની પ્રાથમિકતા નહીં આપે તો સહકારમાં મેન્ડેડ આપવામાં નહીં આવે. પછી ધારાસભ્યોને સંબોધતા કહ્યું કે આમાંથી કોઈએ બંધ બેસતી પાગડી પહેરવી નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો