BJP President J P Nadda strict on Union Minister Giriraj Singh Statements
  • Home
  • Featured
  • ભડકાઉ નિવેદનો પર BJPની લાલ આંખ! કેન્દ્રીય મંત્રી ગિરિરાજને ભાજપ અધ્યક્ષે આપી ચેતવણી

ભડકાઉ નિવેદનો પર BJPની લાલ આંખ! કેન્દ્રીય મંત્રી ગિરિરાજને ભાજપ અધ્યક્ષે આપી ચેતવણી

 | 4:08 pm IST

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને કાર્યાલય બોલાવ્યા છે. જેપી નડ્ડાએ ગિરિરાજ સિંહના વિવાદિત નિવેદનોને લઈ તેમનાથી સવાલ પૂછ્યા છે. સૂત્રોના હવાલેથી જેપી નડ્ડાએ ગિરિરાજ સિંહને કારણ વગર નિવેદન આપવાથી બચવાની સલાહ આપી છે. સાથે જ તેમણે ગિરિરાજના નિવેદનને લઈ આપત્તિ વ્યક્ત કરી છે. તાજેતરમાં ગિરિરાજે દેવબંધને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે ગિરિરાજ સિંહે બેગૂસરાયના મુસ્લિમ વિસ્તારમાં ખુલી જીપમાં સવારી કરી હતી અને લોકોની ભીડ સાથે ચાલતા તે દરમિયાન વિવાદિત સૂત્રોચ્ચાર થયા હતા. આ સિવાય પોતાના ભાષણમાં ગિરિરાજ સિંહે નરેન્દ્ર મોદીને ભગવાનના અવતાર બતાવ્યા હતા. સાથે ભારત માતા પર આંગળી ઉઠાવનારની આંખો કાઢી લેવાની વાતો પણ કરી હતી.

દેવબંદ આતંકવાદની ગંગોત્રી:

ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી અને તેના પછી પણ ગિરિરાજ સિંહ પર વિવાદિત નિવેદનોના આરોપ લાગતા રહ્યા છે. સહારપુરમાં એક કાર્યક્રમમાં પહોંચેલ કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ અને ડેરી પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યું કે દેવબંધ આતંકવાદની ગંગોત્રી છે, કેટલાક મોટા-મોટા આતંકવાદી અહીં થી જ નીકળ્યા છે.

શાહીન બાગ હવે આંદોલન નથી:

આ પહેલા 6 ફેબ્રુઆરીએ ગિરિરાજ સિંહે કહ્યું હતું કે શાહીન બાગ હવે માત્ર આંદોલન નથી રહ્યું. અહીં આત્મઘાતી હુમલાવરોનું ગ્રુપ બનાવવામાં આવી રહ્યું છે. દેશની રાજધાનીમાં દેશ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ગિરિરાજ સિંહે કહ્યું હતું કે શાહીન બાગ આંદોલન પાછળ CAAનું દર્દ નથી. આની પાછળ 370 અને રામ મંદિરનું દર્દ છે. જે હવે નિકળી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ: 1 ઓગસ્ટ 2018ના ઠરાવ મુદ્દે થશે પોલીસ ફરિયાદ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન