દિવાલમાં એવું તે શું હતું કે અખિલેશ યાદવ તેને તોડીને લઈ ગયાં : BJP - Sandesh
  • Home
  • Featured
  • દિવાલમાં એવું તે શું હતું કે અખિલેશ યાદવ તેને તોડીને લઈ ગયાં : BJP

દિવાલમાં એવું તે શું હતું કે અખિલેશ યાદવ તેને તોડીને લઈ ગયાં : BJP

 | 3:32 pm IST

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બંગલા વિવાદમાં બુધવારે યોગી સરકાર પર નિશાન તાકતા હવે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. ઉતર પ્રદેશ સરકારના મંત્રી અને ભાજપના નેતા સિદ્ધાર્થ સિંહે કહ્યું છે કે, અખિલેશ યાદવે ઈન્કમ ટેક્ષને એ જણાવવું જોઈએ કે બંગલા બનાવવા માટેના પૈસા તેમની પાસે આવ્યા ક્યાંથી. સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે, જે દિવાલને તોડવામાં આવી હતી તેની પાછળ શું છુપાવ્યું હતું તેની પણ જાણકારી આપવી જોઈએ.

સિદ્ધાર્થ નાથ સિંહે કહ્યું હતું કે, માનનીય રાજ્યપાલે આ ઘટનાની તપાસ માટે પત્ર લખી અને સરકાર તેની તપાસ કરાવશે. ઉલ્લેખનીય છે કે, સરકારી બંગલો છોડતી વખતે તેમાં કથિત રીતે કેટલીક ચીજવસ્તુઓ કાઢી લેવાની અને તોડફોડ કરવાના મામલે અખિલેશ યાદવ ચારેયકોરથી બરાબરના ઘેરાયા છે. અખિલેશ યાદવે દાવો કર્યો છે કે, તેમણે એ જ વસ્તુઓ કાઢી છે જે તેમણે પોતે લગાવી હતી. અખિલેશે મીડિયાએ પણ ખોટા ફોટો જાહેર કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. અખિલેશે કહ્યું હતું કે, ઈન્વેંટ્રી ચેક કરાવી લો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

બંગલામાંથી ચીજવસ્તુઓ કાઢી જવાના મામલે અખિલેશ યાદવ આજે બે નળ લઈને લોકોની સામે આવ્યાં હતાં. અહીં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આ નાના દિલ્હની સરકાર છે, જે પેટાચૂંટણીમાં મળેલા પરાજયથી બેખલાયેલી છે. સામે ભાજપે પણ અખિલેશ યાદવ પર વળતા પ્રહારો કર્યાં હતાં. ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે તો અમાજવાદી પાર્ટીના અધ્યક્ષ પર આરોપો વણઝાર સર્જી દીધી હતી. સિદ્ધાર્થ નાથે કહ્યું હતું કે, ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવો આ ઘાટ છે. પ્રેસ કોન્ફરંસમાં હાજર રહેલા અખિલેશ યાદવની બોડી લેંગ્વેજ જ હકીકાત દેખાડે છે. બંગલો ખાલી કરાવવાનો નિર્ણય ઉત્તર પ્રદેશ સરકારનો નહીં પણ સુપ્રીમ કોર્ટનો હતો. માટે અખિલેશે સરકારને જવાબદાર ઠેરવવાનો કોઈ જ અધિકાર નથી.

અખિલેશ યાદવ જણાવે કે તેઓ બંગલામાં વસ્તુઓ માટેના પૈસા ક્યાંથી લાવ્યાં?

સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે, ભૂરપૂર્વ વડાપ્રધાન દાવો કરે છે કે, બંગલામાં તેમણે પોતાના પૈસાથી ચીજવસ્તુઓ લગાવી હતી. તો અમે તેમને પુછવા માંગીએ છીએ કે, બંગલામાં લગાવવા માટેના પૈસા તેમની પાસે આવ્યા જ ક્યાંથી. અખિલેશ યાદવ ભણેલા ગણેલા છે. એક સભ્ય સમાજનો વ્યક્તિ આવુ કૃત્ય કરી જ ન શકે. અખિલેશ યાદવ અમને એ જણાવે કે એ દિવાલમાં એવું તો શું હતું કે તેને તોડીને લઈ જવી એટલી બધી જરૂરી હતી.