BJP releases its list of candidates for the 123 seats of Andhra Pradesh
  • Home
  • Election 2019
  • ભાજપે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, કયા રાજ્યના કેટલા ઉમેદવાર

ભાજપે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, કયા રાજ્યના કેટલા ઉમેદવાર

 | 5:48 pm IST

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બધીજ રાજકીય પાર્ટીઓ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. તેવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશની 123 સીટ પર અને અરૂણાચલ પ્રદેશની 54 સીટ પરથી ચૂંટણી લડવા જઇ રહેલા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે.

અગાઉ કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ કેટલાક મહત્વના રાજ્યમાં પોતાના ઉમેદવારોને લઇને કોણ કયાથી ચૂંટણી લડશે તેની યાદી જાહેર કરી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલી ઉમેદવારની યાદીમાં આ વખતે આગામી વિધાનસભાનીચૂંટણી માટે આંધ્ર પ્રદેશમાં 123 સીટની જાહેરાત કરી છે. આ સીવાય અરૂણાચલ પ્રદેશની 54 સીટ પરથી ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપની યાદીની રાહ જોવાઇ રહીં હતી.

આંધ્ર પદેશમાં વિધાનસભાની કુલ 175 સીટ છે અને આગામી 11 એપ્રિલના દિવસે અહી મતદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સીવાય આ જ દિવસે રાજ્યમાં લોકસભાની સીટો માટે પણ મતદાન કરવામાં આવશે. જ્યારે અરૂણાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની 60 સીટ પર 11 એપ્રિલે મતદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન