BJP Said None Cane Make Government Without Us In Maharashtra
  • Home
  • Featured
  • મહારાષ્ટ્રમાં શિવસેના-NCP-કૉંગ્રેસની સરકાર રચવાનાં એંધાણ વચ્ચે BJPએ મારી સોગઠી

મહારાષ્ટ્રમાં શિવસેના-NCP-કૉંગ્રેસની સરકાર રચવાનાં એંધાણ વચ્ચે BJPએ મારી સોગઠી

 | 7:14 pm IST

પાર્ટી નેતાઓની મુંબઈમાં બેઠક બાદ મહારાષ્ટ્ર બીજેપીનાં પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે શુક્રવારનાં કહ્યું કે, “મહારાષ્ટ્રમાં બીજેપી વગર કોઈ પણ સરકાર બનવી સંભવ નથી. બીજેપીને સૌથી વધારે 1.42 કરોડ વોટ મળ્યા છે. સૌથી વધારે વોટ બીજેપીને મળ્યા, ત્યારબાદ એનસીપીને મળ્યા. નવેમ્બર 2 અને નવેમ્બર 1 વચ્ચે લાંબુ અંતર છે.”

બીજેપીને 119 ધારાસભ્યોનું સમર્થન છે

પાટિલે કહ્યું કે, “કૉંગ્રેસ અને એનસીપી મળીને પણ 100 પાર ના કરી શકી. બીજેપીની પાસે 119 ધારાસભ્યોનું સમર્થન છે. આવામાં બીજેપી વગર મહારાષ્ટ્રમાં કોઈ સરકાર નહીં બની શકે.” પાટિલે રાફેલ મામલે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, “તેઓ માફી માંગે તે પ્રકારનું આંદોલન મહારાષ્ટ્ર બીજેપી કરશે.”

ઉદ્ધવ અને પવારને આવી ખેડૂતોની યાદ, મળવા દોડ્યા

એકતરફ જ્યાં મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને કૉંગ્રેસ-એનસીપી અને શિવસેનાનાં નેતા મથામણ કરી રહ્યા છે, તો બીજી તરફ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દાડમની ખેતી કરનારા ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવવા સાંગલીનાં પ્રવાસે છે. ઠાકરેએ સાંગલી જિલ્લાનાં વિટામાં કમોસમી વરસાદનાં કારણથી ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવ્યો.”

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને ફંસાયેલા પેચની વચ્ચે એકાએક તમામ નેતાઓને ખેડૂતોની યાદ આવવા લાગી છે. આ ક્રમમાં શરદ પવાર નાગપુર પ્રવાસે છે તો ઉદ્ધવ ઠાકરે સાંગલીનાં પ્રવાસે જઇને ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે.

આ વિડીયો પણ જુઓ: અમરેલીમાં ડાયરાના કાર્યક્રમમાં ચલણી નોટોનો વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન