વાજપેયીના મળવા પહોંચેલા BJPના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ આપ્યું મોટું નિવદન - Sandesh
  • Home
  • Featured
  • વાજપેયીના મળવા પહોંચેલા BJPના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ આપ્યું મોટું નિવદન

વાજપેયીના મળવા પહોંચેલા BJPના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ આપ્યું મોટું નિવદન

 | 7:53 pm IST

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની દિલ્હીની AIIMS માં સારવાર ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, એલ કે અડવાણી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત આજે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ વાજપેયીના ખબર અંતર પુછવા AIIMS પહોંચ્યા હતાં. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષી પણ વાજપેયીને મળવા પહોંચ્યાં હતાં.

એમ્સમાંથી બહાર આવ્યા બાદ મુરલી મનોહર જોશીએ કહ્યું હતું કે, અટલ બિહારી વાજપેયીની સારવાર ચાલી રહી છે. તેમના સ્વાસ્થ્યમાં ધીરે-ધીરે સુધારો થઈ રહ્યો છે. વાજપેયીની સ્થિતિ સ્થિર છે.

પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ કહ્યું હતું કે, વાજપેયીને કોઈ મળી નથી શકતું. કારણ કે તેમની રોગપ્રતિકારક ક્ષમતા ખુબ જ ઘટી ગઈ છે. માટે તેમને દુરથી જ જોઈ શકાય છે. આપણે બધાએ તેમના પરિવારનો સહયોગ કરવો જોઈએ.

આ પ્રસંગે જોશીએ ભાજપ પર આડકતરો કટાક્ષ પણ કર્યો હતો. જોશીએ કહ્યું હતું કે, કદાચ પ્રકૃતિએ તેમને ચુપ કરાવી દીધા છે. કારણ કે, આજની રાજનૈતિક પરિસ્થિતિને જોતા તેઓ શું બોલત? અટલ બિહારી વાજપેયીની પોતાની વાર રજુ કરવાનો એક ખાસ અંદાજ હતો. તેઓ મોટામાં મોટી વાત સહજરૂપે કહેવાની ક્ષમતા ધરાવતા હતા.

આજે વાજપેયીના ખબર અંતર પુછવા ભૂતપૂર્વ વડાપ્રધાન પહોંચ્યાં હતાં. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ હોસ્પિટલ પહોંચશે.

ભૂતપૂર્વ વડાપ્રધાનને દિલ્હીના એમ્સમાં દાખલ કરાવ્યાને 24 કલાકથી વધારે સમય વીતી ચુક્યો છે. એમ્સએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, તેમની સ્થિતિ સ્થિર છે, વાજપેયીની સારવાર ચાલી રહી છે. દવાઓ પણ અસર કરી રહી છે.