NIFTY 10,125.15 +81.05  |  SENSEX 32,836.91 +239.73  |  USD 64.5300 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • BJPના ઉમેદવાર શૈલેષ સોટ્ટાએ લઘુમતી સમાજ વિરુદ્ધ કર્યું ભડકાઉ ભાષણ, Audio આવ્યો સામે

BJPના ઉમેદવાર શૈલેષ સોટ્ટાએ લઘુમતી સમાજ વિરુદ્ધ કર્યું ભડકાઉ ભાષણ, Audio આવ્યો સામે

 | 11:36 am IST

વડોદરામાં ડભોઈ ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટાના વિવાદાસ્પદ ભાષણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાજપના આ ઉમેદવારે પોતાની સ્પીચમાં લઘુમતી સમાજ વિશે ભડકાઉ ભાષણ કર્યું હતું. ત્યારે આ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે.

શૈલેષ સોટ્ટાએ પોતાના ભાષણમા આંખ ઉઠાવી વાત કરનારને પરિણામ ભોગવવાની ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે, જે છમકલા થાય છે તે તેમને બંધ કરવા પડશે. નહિ તો ઈંટનો જવાબ પત્થરથી મળશે. હું ડરવા માટે આવ્યો નથી, ડરાવવા આવ્યો છું. હું જાહેરમાં કહું છું, કંઈ ખોટું નથી કરતો. તડીપાર, અસામાજિક તત્ત્વો ડરે તે આ નગરીને તાતી જરૂરિયાત છે. તેમણે ડરવુ જ જોઈએ. આંખ ઉઠાવીને વાત જ નહિ કરવાની. વાત કરશો તો તેનું પરિણામ ભોગવવું પડશે. અહી કોઈ દાઢીધારી બેસ્યું હોય તો માફ કરજો, પણ ટોપી દાઢીધારીઓની વસ્તી થોડી ઘટાડવાની જરૂર છે.

શૈલેષ સોટ્ટાએ ભાષણમાં કહ્યું કે, મને ઘણાએ આ વાતો રોકવાનો પ્રયાસ કર્યો. પણ 90 ટકા લોકો મારી પડખે ઉભા રહેતા હોય, તો 10 ટકા માટે બોલવાનું કેમ બંધ કરવું. જે કોમમાં જન્મ્યા હોય તે કોમ માટે બોલવાનું હોય, તેવું કહેતા હોય તો ચૂંટણી ન લઉં. હું જે કોમમાં જન્મ્યો છું, તે માટે પણ લડી લઈશ.

શૈલેષ સોટ્ટા ડભોઈ વિધાનસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર છે. ભાજપે આ બેઠક પર તેમનું નામ જાહેર કરતા ભાજપમાં વિવાદ ઉભો થયો હતો. ભાજપના કાર્યકરોની તાબડતોબ મીટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ અને અન્ય આગેવાનોએ કોંગ્રેસ અને ભાજપના બંને આયાતી ઉમેદવાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.