bjp-spokeperson-said-pm-modi-is-the-11th-avatar-of-lord-vishnu
  • Home
  • India
  • બીજેપીના પ્રવક્તાએ નરેન્દ્ર મોદીને ગણાવ્યા વિષ્ણુ ભગવાનનો 11મો અવતાર

બીજેપીના પ્રવક્તાએ નરેન્દ્ર મોદીને ગણાવ્યા વિષ્ણુ ભગવાનનો 11મો અવતાર

 | 7:15 pm IST

ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુના 11મા અવતાર ગણાવ્યા છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા અવધૂત વાઘ દ્વારા ટ્વિટર કરીને પીએમ નરેન્દ્ર મોદીને વિષ્ણુનો અવતાર ગણાવ્યા બાદ વિપક્ષ અને સોશિયલ મીડિયા પર નારાજગી જોવા મળી રહી છે.

ભાજપ પ્રવક્તા અવધૂત વાઘે ટ્વિટ કરીને લખ્યું કે, “આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન વિષ્ણુનો 11મો અવતાર છે. દેશનું સૌભાગ્ય છે કે આપણને મોદીમાં ભગવાન જેવા નેતા મળ્યા.”

પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અતુલ લોંઘેએ વાઘ પર પ્રહાર કરતાં કહ્યું કે, આ દેવી દેવતાઓનું અપમાન છે. આ ટિપ્પણીને વધારે મહત્વ આપવાની જરૂર હોય તેમ મને નથી લાગતું. આ ટિપ્પણી સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીની અંદર સંસ્કૃતિના નીચલા સ્તરની ઝલક છે.

વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરીને તેમને ભારત માટે ભગવાનનું વરદાન ગણાવ્યા હતા. મંત્રીમંડળના નેતા રાધામોહન સિંહે કહ્યું હતું કે, દેશના ભવિષ્યની ચિંતા હોય તેવી આઝાદી બાદ પ્રથમ સરકાર સત્તામાં આવી છે. તેથી મોદી સરકાર અને પીએમ મોદી ભગવાનની ભેટ છે.