BJP Spokesperson Sambit Patra Hospitalised After Coronavirus Symptoms
  • Home
  • Corona live
  • મુશ્કેલીના સમયમાં મોદી સરકારનો ‘બુલંદ અવાજ’ પણ કોરોના વાયરસની ઝપટમાં

મુશ્કેલીના સમયમાં મોદી સરકારનો ‘બુલંદ અવાજ’ પણ કોરોના વાયરસની ઝપટમાં

 | 3:56 pm IST

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રાને ગુરુગ્રામની એક હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે તેમને કોરોનાના લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.

સંબિત પાત્રામાં કોવિડ-19ના એટલે કે કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. પાત્રાને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા હોવાની સાથે સંબિત પાત્રા સર્જન પણ છે. તે હિંદુ રાવ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કામ પણ કરી ચૂક્યા છે. પાત્રા ઓએનજીસીના બોર્ડમાં નોન ઓફિશિયલ ડાયરેક્ટર્સમાંથી એક છે.

 

BJP પ્રવક્તા સંબિત પાત્રા હોસ્પિટલમાં દાખલ

મૂળ ઓરિસ્સાના રહેવાસી પાત્રાએ 2019માં લોકસભાની ચૂંટણી પૂરી લોકસભા સીટથી લડી હતી. જોકે પાત્રાનો બીજુ જનતાદળના ઉમેદવાર પિનાકી મિશ્ર સામે 11,700 વોટથી પરાજય થયો હતો. સંબિત પાત્રા ન્યૂઝ ચેનલમાં આવનાર ભારતીય જનતા પાર્ટીનો લોકપ્રિય ચહેરો છે. તે સોશિયલ મીડિયા ઉપર ઘણા સક્રિય છે. માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર તેમના 4.4 મિલિયન ફોલોઅર્સ છે.

કોરોનાનો કહેર દેશમાં વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા અપટેડ પ્રમાણે દેશમાં કોરોનાના અત્યાર સુધી 1,58,333 કન્ફોર્મ કેસ થઈ ગયા છે. જેમાં 86110 એક્ટિવ કેસ છે. દેશમાં 24 કલાકમાં 6566 નવા કેસ આવ્યા છે અને 194 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન