BJP surrendered to the media to prove that the new CM was elected democratically
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હાથીના દાંત: નવા CM લોકતાંત્રિક ઢબે પસંદ થયાનું સાબિત કરવા ભાજપ મીડિયાનાં શરણે, આખો ખેલ ઉઘાડો પડ્યો

હાથીના દાંત: નવા CM લોકતાંત્રિક ઢબે પસંદ થયાનું સાબિત કરવા ભાજપ મીડિયાનાં શરણે, આખો ખેલ ઉઘાડો પડ્યો

 | 7:42 am IST
  • Share

ભાજપમાં પહેલાથી થતુ આવ્યુ છે તેમ રવિવારે પણ નવા મુખ્યમંત્રીની વરણી માટે રીતસરનું નાટક ભજવાયુ હતુ. સવારથી જ ઈલેક્ટ્રોનિક મીડિયા, પત્રકારોને કોબા સ્થિત પ્રદેશ કાર્યાલયની અંદર પ્રવેશબંધી હતી. જો કે, ભાજપમાં નવા મુખ્યમંત્રીની પસંદગી લોકતાંત્રિક ઢબે થઈ છે એવુ દેખાડવા બપોરે ચાર વાગ્યા સુધી બહાર રોકી રખાયેલા મીડિયાના કેમરાને ઓડિટોરિયમમાં લઈ જવાયા ત્યાં જ આખો ખેલ ઉઘાડો થઈ ગયો હતો.

કેમેરાઓની સામે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત વખતેે ધારાસભ્યો ઠંડાગાર થઈને બેસી રહેતા મોદી સરકારના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારને માઈક ઉપરથી બબ્બે વખત ”સબ કે સબ દોનો હાથ ઉપર કરે, સબ મિડીયા કે સામને હો રહા હૈ” એવા ઉચ્ચારણો કરવા પડયા હતા. બપોરે ૪.૧૦ મીનીટ આસપાસ કેમેરા સામેની આ ઘટના અગાઉ બંધ બારણે તેમણે જ ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી.

જો કે, કેમેરા આવ્યા બાદ તોમરે ભૂપેન્દ્ર પટેલના નામની દરખાસ્ત રૃપાણીએ કર્યાનું જાહેર કર્યુ હતું! બપોરે પોણા ૩ કલાક પહેલા કમલમ્ના જમણા ખૂણે દિલ્હીથી આવેલા નિરીક્ષકો, પ્રદેશ અધ્યક્ષ, CM, DyCM, પ્રભારી સહિતના આગેવાનોએ ૨૦- ૨૫ મીનિટ સુધી અલગથી કોરગ્રપની બેઠક યોજી હતી.

આ બેઠકમાંથી ડાબા ખુણે ઓડિટોરિયમામાં જતા કોરગ્રુપના સભ્યોએ બંધ કવરમાં નામ લઈ ગયા હતા. ઓડિટોરિયમની અંદર નાટકિય રીતે ખુલ્યુ હતુ. દોઢેક કલાકના આ ઘટનાક્રમમાં કમલમની અંદર અને બહાર મીડિયા અને ભાજપના સુરક્ષાગાર્ડ વચ્ચે વારંવાર ઘર્ષણ જેવી સ્થિતિ પણ ઉદભવી હતી.

ઇજીજીમાંથી આવતા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ પાંચ દિવસથી ગુજરાતમાં છે. ભાજપને નજીકથી જાણતા વર્તુળોમાં થતી ચર્ચા મુજબ દક્ષિણ ભારતીય પહેરવેશમાં જ જોવા મળતા બી.એલ. સંતોષે દિલ્હીથી મળતી સુચનાઓને આધારે પાંચ જ દિવસમાં રૃપાણી સરકારના રાજીનામાથી લઈને સૌને સ્તબ્ધ કરતા નવા મુખ્યમંત્રીના નામની જાહેરાતનો ખેલ પાડયો છે.

કેન્દ્રીય નિરીક્ષકરૃપે મોદી સરકાર મંત્રીઓ નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીને ગુજરાત મોકલવાની સાથે દિલ્હીથી રાષ્ટ્રીય મહામંત્રી તરૃણ ચુંઘ પણ આવતા આગામી સમયમાં તેમને પ્રદેશ પ્રભારી બનાવાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. નિરીક્ષકો સિવાયના બંને મહામંત્રીઓની હાજરીમાં રવિવારે ગૃહમંત્રી અમિત શાહ નવી સરકારની રચના માટે મંત્રીમંડળની ડિઝાઈન નક્કી કરશે તેમ મનાય છે.

 ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે રવિવારે ભાજપની નેતાગીરીએ ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી, મુખ્યમંત્રી તરીકે જાહેર થયા બાદ ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદ સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જ્યાં અમિત શાહના પરિવારજનોના આશીર્વાદ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલે અમિત શાહના પરિવારજનોને મળી જૂના સંસ્મરણો વાગોળ્યા હતા.  દરમિયાનમાં મોડી સાંજે ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલની ઓફિસ પર કાર્યકરોએ ફટાકડાં ફોડી ઉત્સવ કર્યો હતો.

અમદાવાદ । નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવા આજે બપોરે ૩ કલાકે કમલમ્ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં જતાં પહેલા ભૂપેન્દ્ર પટેલે તેમના મતવિસ્તાર બોપલમાં વૃક્ષારોપણના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોતાના હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે તેમણે સ્થાનિક કાર્યકર્તાઓને સંબોધ્યા પણ હતાં. ત્યારે તેમને ખ્યાલ પણ નહીં હોય કે વૃક્ષારોપણની સાથે આજે તેમના મુખ્યમંત્રી બનવાના નસીબનું રોપણ પણ થઈ ચૂક્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન