એક જ સર્વેએ ભાજપની ઉંઘ ઉડાડી, લોકસભાની બેઠકમાં થઈ શકે છે આટલી બેઠકોનું નુકસાન

પંજાબ (Punjab) અને હરિયાણા (Haryana) તથા ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કેટલાક ભાગોમાં ખેડૂતો (Farmers) દ્વારા નવા ત્રણ કૃષિ કાયદા (Agriculture Law) વિરૂદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. આ દરમિયાન કરાવવામાં આવેલા એક સર્વેએ ભાજપ (BJP)ની ઉંઘ ઉડાડી દીધી છે. આ સર્વેમાં લોકસભાની બેઠક (Lok Sabha)માં ભાજપને ભયંકર નુંકશાન થઈ રહ્યું હોવાના આંકડા જાહેર કર્યા છે.
ભાજપ દ્વારા ખેડૂત આંદોલન (Farmer Protest) ના કારણે કેટલું રાજકીય નુકસાન થઈ શકે તેનો એક આંતરિક સર્વે તાજેતરમાં કરાયો હતો. આ સર્વેનાં તારણો પ્રમાણે ખેડૂત આંદોલનથી ભાજપને લોકસભામાં 40 બેઠકોનું નુકસાન થઈ શકે છે.
હરિયાણા અને પંજાબ ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને આંદોલનથી ફટકો પડી શકે એવો સર્વેમાં દાવો કરાયો છે. સર્વેમાં કહેવાયું છે કે, રાકેશ ટીકૈત સહિતના નેતા કહી રહ્યા છે તેમ આ આંદોલન લાંબું ચાલે તો ભાજપનું નુકસાન વધીને 40 બેઠકો સુધી પહોંચી શકે.
સર્વેથી ચોંકેલી ભાજપની નેતાગીરીએ આ ચાર રાજ્યોમાં કૃષિ કાયદા અંગે આક્રમક પ્રચાર ઝુંબેશ શરૂ કરવા ફરમાન કર્યું છે. તેના પગલે નડ્ડા-શાહે મંગળવારે સાંજે ભાજપના ચાર રાજ્યોના ખેડૂત આગેવાનો સાથે વ્યૂહરચનાની ચર્ચા કરી હતી. ભાજપ કિસાન મોરચાના પ્રમુખ રાજકુમાર ચહર, સાંસદ સત્યપાલસિંહ અને કેન્દ્રીય મંત્રી સંજીવ બલિયાનને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ફરી વળવા કહેવાયું છે. જેથી કરીને ડેમેજ કંટ્રોલ કરી શકાય અને નુંકસાન વધે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન