કેરળમાં ‘કમળ’ ખિલવવાની કોશિશ: હવે આ મહિલાએ શાહ સાથે બેઠક કરતાં ગણગણાટ

પશ્ચિમ બંગાળ (West Bengal)બાદ ભાજપ (BJP)નો હવે નવો ટાર્ગેટ કેરળ (Keral) રાજ્ય હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. ભાજપ (BJP)એ કેરળમાં પોતાની તાકાત વધારવા માટે મેટ્રોમેન ઈ.શ્રીધરનને લીધા પછી હવે ખ્યાતનામ દોડવીર પી.ટી.ઉષાને (P.T.Usha) લઈ આવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ભાજપનાં સૂત્રોની વાત માનીએ તો ઉષાએ ભાજપમાં જોડાવાની તૈયારી બતાવી છે. અમિત શાહ (Amit Shah)એ ઉષા સાથે વાત કરી હોવાનો તેમનો દાવો છે.
ઉષા કેરળ વિધાનસભાની ચૂંટણી (Kerala Assembly Election)પહેલાં ભાજપમાં જોડાઈ જશે અને ભાજપનો પ્રચાર કરશે. ભાજપ ઉષાને કેરળ વિધાનસભાની ચૂંટણીમાં નથી ઉતારવાના પણ આવતા વર્ષે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરીને સાંસદ બનાવાશે. આવતા વર્ષે રાજ્યસભામાંથી રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટેડ સાત સભ્યો નિવૃત્ત થવાના છે. આ પૈકી એક બેઠક પી.ટી.ઉષાને મળે તેવી સંભાવના છે.
ઉષાના આગમનથી શહેરી વિસ્તારોમાં ભાજપને ફાયદો થશે
ભાજપ માને છે કે ઉષાના આગમનથી શહેરી વિસ્તારોમાં ભાજપને ફાયદો થશે. શહેરી હિંદુ ડાબેરીઓની મતબેંક મનાય છે ને તેમાં ગાબડુ પાડવા ભાજપ કેટલાક મલયાલમ ફિલ્મ સ્ટાર્સને પણ ખેંચી લાવશે.
આ વીડિયો પણ જુઓ : ગુજરાતની 6 મનપાની ચૂંટણીમાં ભાજપની લહેર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન