ભાજપના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર મંગળવારે રાજીનામું આપશે - Sandesh
  • Home
  • Gujarat
  • ભાજપના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર મંગળવારે રાજીનામું આપશે

ભાજપના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર મંગળવારે રાજીનામું આપશે

 | 12:08 am IST

। ઉમરેઠ ।

ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે મંગળવારે ધારાસભ્યપદેથી  રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. જેને લઈને ભાજપના મોવડી મંડળ હરકતમાં આવ્યું છે અને ગોવિંદ પરમારને  મનાવવા માટે દોડધામ શરૂ કરી દેવાઈ છે. જો કે આણંદ  જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખને ગોવિંદ પરમારે મળવાની ના  પાડી દીધી હોવાનું પણ હાલની સ્થિતિએ સામે આવ્યું છે. અમૂલની ચૂંટણીમાં આણંદ ઉમરેઠ ડિરેક્ટર બનવા માટે  ઝંપલાવ્યું હતુ  આ ચૂંટણીમાં કાંતી સોઢા પરમારનો  વિજય થયો હતો અને ગોવિંદ પરમારને હારનો સામનો કરવો  પડયો હતો. ચૂંટણી બાદ પોતાના આગેવાનોએ જ હરાવ્યા  હોવાની વાત સાથે તેઓ નારાજ ચાલી રહ્યા હતા.  સરકાર દ્વારા અમૂલમાં પ્રતિનિધિ તરીકેની નિમણૂકમાં પણ પક્ષ  વિરોધી કામ કરનારને નિમણૂંક આપવાની પ્રક્રિયાથી પરમાર  નારાજ થયા છે.

દૂધના રાજકારણના મુદ્દે ભાજપમાં ભડકો

દૂધના રાજકારણના મુદ્દે ભાજપમાં ભડકો થયો છે. આણંદનું ભાજપ સંગઠન કુંજરાવના ભરત પટેલને ઉતારવા માંગતું હતું .તેમની પાસે અપક્ષનુ ફેર્મ ભરાવ્યુ હતુ પણ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારે ક્ષત્રીયોના ૮૨ મતો ગણાવી ઉપરવટ જઇ ફેર્મ ભરતા આણંદ જિલ્લા સંગઠનના પાટીદારો નારાજ થયા. હતા. ત્યાર બાદ ઈચ્છા નહી હોવા છત્તા ભરત પટેલ પાસેથી ફેર્મ પરત ખેંચાવડાવ્યુ હતુ અને ચૂંટણી માં તમામ ૨૨ પાટીદાર મતો ભરત સોલંકી (ખાંધલી) ને આપી દેવાયા હતા. આમ ક્ષત્રિય મતોનું વિભાજન થતા ગોવિદ પરમાર હારી ગયા હતા.

સાંસદ વહીવટ કરે છે, પરમારનો આક્ષેપ

ગોવિંદ પરમારે સંદેશને જણાવ્યું હતુ કે  જિલ્લાનો તમામ વહીવટ સંસદસભ્ય દ્વારા ચાલે છે અને એટલુ જ  તેમને આણંદ જિલ્લાના સંસદસભ્ય પર જાતિવાદ ચલાવતા હોવાનો પણ આરોપ મૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન