BJP Uses Money For Break Down State Government Says Rahul Gandhi
  • Home
  • Featured
  • રૂપિયાનાં જોરે રાજ્ય સરકારો પાડી રહી છે બીજેપી: રાહુલ ગાંધી

રૂપિયાનાં જોરે રાજ્ય સરકારો પાડી રહી છે બીજેપી: રાહુલ ગાંધી

 | 8:22 pm IST

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારનાં કર્ણાટક સંકટ પર બીજેપીને આડે હાથે લેતા આરોપ લગાવ્યો છે કે બીજેપી પૈસાની તાકાતનો ઉપયોગ કરીને રાજ્ય સરકારોને પાડી રહી છે. મીડિયા સાથેની વાત-ચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “બીજેપી પૈસા આપીને સરકાર પાડે છે. તમે આ ગોવામાં જોયું, નૉર્થ-ઇસ્ટમાં જોયું. હવે તેઓ આવું કર્ણાટકમાં કરવા ઇચ્છી રહ્યા છે.”

રાહુલ ગાંધીને માનહાનિનાં મામલે જમાનત મળી

રાહુલ ગાંધી શુક્રવારનાં અમદાવાદમાં હતા, જ્યાં અમદાવાદ મેટ્રોપૉલિટન કૉર્ટે રાહુલ ગાંધીને માનહાનિનાં એક મામલે જમાનત આપી છે. અમદાવાદની જિલ્લા કૉ-ઑપરેટિવ બેંક (એડીસીબી) અને તેમના ચેરમેન અજય પટેલે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. તો બીજી તરફ કર્ણાટક રાજકીય સંકટ મામલે સુપ્રિમ કૉર્ટે શુક્રવાર 16 જુલાઈ સુધી યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો છે.

કર્ણાટક રાજકીય સંકટ મામલે 16 જુલાઈએ થશે સુનવણી

એટલે કે સ્પિકર ત્યાં સુધી વિદ્રોહી ધારાસભ્યનાં રાજીનામા પર નિર્ણય નહીં લે અને ના તો અયોગ્યનાં મુદ્દે. કૉર્ટે વિધાનસભા સ્પિકરને રાજીનામા પર નિર્ણય માટે 16 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. તે દિવસે આગળની સુનવણી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન