NHRCમાં રાજકારણી ભાજપના ઉપપ્રમુખની વરણીની સંભાવના - Sandesh
  • Home
  • India
  • NHRCમાં રાજકારણી ભાજપના ઉપપ્રમુખની વરણીની સંભાવના

NHRCમાં રાજકારણી ભાજપના ઉપપ્રમુખની વરણીની સંભાવના

 | 4:40 am IST

નવી દિલ્હી, તા. ૬

સરકાર રાષ્ટ્રીય માનવઅધિકાર પંચમાં પહેલી જ વાર સક્રિય રાજકારણીની વરણીની તૈયારી કરી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર તે તરફની હિલચાલનો વિરોધ થઇ રહ્યો છે.

અખબારી અહેવાલો મુજબ માનવઅધિકાર પંચના સભ્યપદે ભાજપના ઉપપ્રમુખ અવિનાશ રાય ખન્નાની વરણી કરવા સરકાર વિચારણા કરી રહી છે. સભ્યપદ છેલ્લાં બે વર્ષથી ખાલી છે.

સ્વરાજ અભિયાનના પૂર્વ નેતા પ્રશાંતભૂષણે સરકારના આવા નિર્ણય સામે વિરોધ નોંધાવતાં કહ્યું છે કે મોદી સરકાર સ્વાયત્ત સંસ્થાઓની સ્વાયત્તતા છીનવી લેવા પ્રયાસ કરી રહી છે.

અખબારી અહેવાલોમાં કહેવાયું છે કે ઓક્ટોબરમાં મળેલી સભ્યપસંદગી પેનલની બેઠકમાં ખન્નાનાં નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. બેઠકમાં અન્ય નામો અંગે પણ વિચારણા થઈ હતી પરંતુ આખરે ખન્નાનાં નામ પર મંજૂરીની મહોર લાગી હતી.

પ્રશાંતભૂષણે વિરોધ નોંધાવ્યો

પ્રશાંતભૂષણે ટ્વિટ કરીને આવી હિલચાલ સામે વિરોધ જાહેર કર્યો હતો. બસપાના નેતા સુધીન્દ્ર ભદોરિયાએ પણ ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે ક્કભાજપ સરકાર પક્ષના સક્રિય સભ્યને માનવઅધિકાર પંચમાં નિમણૂક આપીને સંગઠનનું ચરિત્ર જ બદલી રહી છે.’

સભ્યની પસંદગી કરતી પેનલ

વડાપ્રધાનના અધ્યક્ષપદે મળેલી પેનલે સભ્યની પસંદગી કરી હતી. પેનલમાં લોકસભાના સ્પીકર, કેન્દ્રીય ગૃહપ્રધાન, બંને ગૃહોના વિરોધપક્ષના સભ્ય તેમ જ રાજ્યસભાના અધ્યક્ષનો પણ સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન