BJP Who-will-inherit-properties-left-by-atal-bihari-vajpayee
  • Home
  • India
  • જાણો કેટલી છે વાજપેયીની સંપત્તિ અને કોણ છે વારસદાર ?

જાણો કેટલી છે વાજપેયીની સંપત્તિ અને કોણ છે વારસદાર ?

 | 9:33 pm IST

દેશે આજે પોતાના મહાન નેતાને ગુમાવ્યા છે. લાંબા સમયથી બિમારીને કારણે હોસ્પિટલમાં તેઓ દાખલ હતા અને 2009થી તેઓ વ્હીલચેર પર જ હતા. એક સામાન્ય પરિવારમાંથી આવતાં વાજપેયી પાસે પોતાના પિતા તરફથી કોઈ સંપત્તિ મળી નથી.

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પત્રકાર કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે 1987થી તે કિડનીની બિમારીથી ઝઝુમી રહ્યા હતા અને તેમની પાસે અમેરિકા જઈને સારવાર કરાવવા માટે પૈસા ન હતા. તત્કાલિન પીએમ રાજીવ ગાંધીએ ત્યારે તેમની મદદ કરી હતી. આ માટે વાજપેયીએ તેમનો સાર્વજનિક રીતે આભાર પણ માન્યો હતો.

એક વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે નિધન સમયે તેમની સંપત્તિ 14.05 કરોડ રૂપિયા હતી. જોકે 2004માં એક દાખલ કરેલા સોગંદનામાં પ્રમાણે તે સમયે તેમની પાસે 58 લાખ રૂપિયાની આસપાસ સંપત્તિ હતી. અટલ બિહારી વાજપેયી 2004માં લખનઉ લોકસભા સીટ પરથી ચુંટણી લડ્યા હતા. આ દરમિયાન તેમણે સંપત્તિ સાથે જોડાયેલા સોગંદનામું ચુંટણી પંચને આપ્યુ હતું. તે પ્રમાણે તેમની પાસે 58 લાખ રૂપિયા કિંમતની ચલ-અચલની સંપત્તિ હતી. આ સોગંદનામા પ્રમાણે સ્ટેટ બેન્કના બે એકાઉન્ટ્સમાં 20,000 અને 3,82, 886 રૂપિયા હતા. આ બેન્કના અન્ય એક એકાઉન્ટમાં તેમના નામે 25,75,562 રૂપિયા હતા.

તેમની પાસે 1,20,782 કિંમતના 2400 યુનિટ બોન્ડ્સ પણ હતા જે UTI MPI-1991 અને 1993ની નેશનલ સેવિંગ સ્કીમ પ્રમાણે જારી કરાયા હતા. વાજપેયી પાસે 22 લાખ રૂપિયાની કિંમતનો એક ફ્લેટ દિલ્હીના ઇસ્ટ ઓફ કૈલાસમાં હતો. આ સિવાય ગ્વાલિયરમાં તેમના પૈતૃક ઘરની કિંમત 6 લાખ રૂપિયાની આસપાસ આંકવામાં આવી હતી. તેથી તે સમયે તેમની કુલ મિલકત 28 લાખ રૂપિયાની આસપાસ રહી હતી.

વર્તમાનમાં કેટલી સંપત્તિ?
જોકે આ વિશે કોઈ પ્રમાણિક જાણકારી હાલ નથી, પણ એક વેબસાઇટના દાવાને માનવામાં આવે તો નિધન સમયે તેમની પાસે 14.05 કરોડની ચલ-અચલ સંપત્તિ છે. જોકે હજી સુધી અટલજીની કોઈ પણ વિલ સામે આવી નથી, પરંતુ 2005માં સંશોધિત હિન્દુ ઉત્તરાધિતકાર કાયદા અનુસાર તેમની સંપત્તિ તેમની દત્તક પુત્રી નમિતા અને જમાઈ રંજન ભટ્ટાચાર્યને મળશે તેમ લાગી રહ્યું છે.