રાજ્યસભાની 58 બેઠક માટે ચૂંટણી, ભાજપને લાભ, કોંગ્રેસને ગેરલાભ - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • રાજ્યસભાની 58 બેઠક માટે ચૂંટણી, ભાજપને લાભ, કોંગ્રેસને ગેરલાભ

રાજ્યસભાની 58 બેઠક માટે ચૂંટણી, ભાજપને લાભ, કોંગ્રેસને ગેરલાભ

 | 5:35 pm IST

દેશના 16 રાજ્યોમાં રાજ્યસભાની 58 બેઠક માટે 23 માર્ચે મતદાન યોજાનાર છે. આ ચૂંટણીએ કેન્દદ્રમાં શાસક એનડીએ માટે વિશેષ મહત્વ ધારણ કર્યું છે. આમેય સંસદના ઉપલા ગૃહમાં એનડીએ સંખ્યાબળની દ્રષ્ટિએ નબળું છે, પરંતુ 23 માર્ચની ચૂંટણી બાદ એનડીએની સ્થિતિમાં સુધારો થવાનું લગભગ નક્કી જ છે. અપૂરતા સંખ્યાબળને લીધે રાજ્યસભામાં અનેકવાર મહત્વ વિધેયકો પસાર થઈ શક્યા નથી. અલબત્ત ચૂંટણી પછી જ રાજ્યસભામાં એનડીએને બહુમતી મળવાની શક્યતા નથી, પરંતુ તેમાં સારા એવા પ્રમાણમાં ઘટાડો થવાની શક્યતા છે.

રાજ્યસભાની ચૂંટણી માટે N= (T/(S +1) + 1 ફોર્મ્યુલા છે. Nનો અર્થ કુલ મત થાય છે. ટી એટલે કુલ મતદાતાની સંખ્યા અને એસનો અર્થ થાય છે ચૂંટણી માટે બેઠકોની સંખ્યા. ત્યારપછી જે આંક મળે તેમાં ફરીવાર એક જોડો. ત્યારપછી વિધાનસભાના કુલ સભ્યો સાથે ભાગાકાર કરો. ત્યારબાદ જે સંખ્યા મળે તેમાં એક જોડી દો. આ સાથે જેટલા મત દેખાય રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને આટલા મતની જરૂર પડે.

આ રીતે ચૂંટણીમાં ભાજપ અને સાથી પક્ષોને સૌથી વધારે લાભ થઈ શકે છે. જ્યારે સૌથી વધારે નુકસાન કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા)ને થનાર છે.