BJP Will Be Finalized 250 Candidates Name For Lo Sabha Election 2019
  • Home
  • Election 2019
  • ભાજપે નક્કી કરી દીધી 250 ટિકિટ, અડવાણી-જોશીનું ખૂલી ગયું સસ્પેન્સ?

ભાજપે નક્કી કરી દીધી 250 ટિકિટ, અડવાણી-જોશીનું ખૂલી ગયું સસ્પેન્સ?

 | 9:55 am IST

લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પર્ટી (ભાજપ)ની પહેલી યાદી બહાર પડવાનો ઇંતજાર ટૂંક સમયમાં ખત્મ થઇ શકે છે. સમાચાર મળ્યા છે કે સત્તાધારી પાર્ટી એ અંદાજે 250 નામ ફાઇનલ કરી દીધા છે. સમાચાર મળ્યા છે કે સત્તાધારી પાર્ટી એ અંદાજે 250 નામ ફાઇનલ કરવા માટે છે. આ યાદીમાં કેટલાંય નામ સામેલ થશે તે જાણી તમે ચોંકી જશો તો કેટલાંક હેરાન કરનાર પણ હશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાજપની સંસદીય કમિટી દ્વારા તૈયાર કરાયેલી યાદીમાં કેટલાંય દિગ્ગજોની ટિકિટ કપાવાનું નક્કી છે. એવામાં બધાની સામે પ્રશ્ન છે કે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી આ વખતે ચૂંટણી લડશે કે નહીં.

સિનિયર નેતાઓએ પોતે પાછા ખેંચી લીધા નામ
મળતી માહિતી પ્રમાણે ઉત્તરાખંડના પૂર્વ સીએમ બી.સી.ખંડુરી અને બી.એસ.કોશ્યારી એ જાતે જ ચૂંટણી નહીં લડવાનું મન બનાવ્યું છે. બંને નેતા ઇચ્છે છે કે યુવાનોને તક મળવી જોઇએ. પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્ર (2014મા દેવરિયાથી જીત્યા) અને પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડા પણ ચૂંટણી લડવાના પક્ષમાં નથી.

આથી એ વાતની સંભાવનાઓ વધી ગઇ છે કે લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજરનની સાથો સાથ હિમાચલ પ્રદેશના સીએમ શાંતા કુમારને પણ ચૂંટણી દોડમાંથી બહાર કરી દેવામાં આવે અથવા તો તેઓ જાતે જ પોતાનું નામ આગળ ન વધારે.

આપને જણાવી દઇએ કે હાલ અડવાણી 91 વર્ષના છે અને મુરલી મનોહર જોશીની સાથે તમને પણ નેતૃત્વએ 2014મા જ માર્ગ દર્શન મંડળમાં સામલે કરી દીધા હતા. ત્યારે ભાજપે સંઘ પરિવારની સાથે મળી નક્કી કર્યું હતું કે 75 વર્ષથી ઉપરના કોઇપણ વ્યક્તિને કાર્યકારી જવાબદારી સોંપાશે નહીં.

આપને જણાવી દે કે અડવાણી અત્યાર સુધી ગુજરાતની ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. દેશના ગૃહમંત્રી અને ડેપ્યુટી વડાપ્રધાન રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણી સતત 6 વખત ગાંધીનગર લોકસભા સીટ પરથી ચૂંટણી જીતી ચૂકયા છે. 1984મા ભાજપની બે સીટો પરથી 180 સીટો સુધી પહોંચનાર લાલકૃષ્ણ અડવાણી હાલ રાજકારણના કેન્દ્રમાં નથી. 2014મા પીએમ નરેન્દ્ર મોદીના ઉમેદવારનો વિરોધ કર્યા બાદથી તેઓ પાર્ટીમાં પણ એક પ્રકારની હાંશિયા પર જ છે.

જ્યારે કાનપુરથી સાંસદ જોશીને ટિકિટ મળવાના ચાન્સ પણ ઓછા છે. સમાચાર હતા કે તેમના સમર્થક પ્રચારની તૈયારીમાં લાગવાના હતા પરંતુ જોશીએ તેમને એ કહીને ના પાડી દીધી કે હજુ ટિકિટ મળવાનું જ નક્કી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન