BJP Will gets 260 seats from under modi government : Ramdas Athawale
  • Home
  • Election 2019
  • મોદી કેબિનેટના મંત્રીની ભવિષ્યવાણી, NDAને મળશે આટલી સીટો, જણાવ્યું કોણ બનશે વડાપ્રધાન

મોદી કેબિનેટના મંત્રીની ભવિષ્યવાણી, NDAને મળશે આટલી સીટો, જણાવ્યું કોણ બનશે વડાપ્રધાન

 | 1:53 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સતત દાવો કરી રહ્યા છે પાછલી ચૂંટણીની સરખામણીમાં એનડીએ લોકસભા ચૂંટણી 2019માં વધુ સીટોની સાથે સત્તામાં આવશે. ત્યારે છઠ્ઠા તબક્કાના વોટિંગ દરમ્યાન જ એનડીએના ઘટક દળ આરપીઆઈના અધ્યક્ષ રામદાસ અઠાવલે એ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં એનડીએની સીટો ઓછી થશે. જો કે તેમણે એ પણ દાવો કર્યો છે કે કેન્દ્રમાં એનડીએની જ સરકાર બનશે.

મહારાષ્ટ્રના લાતુરમાં શનિવારના રોજ રામદાસ આઠવલે એક ચૂંટણી કાર્યક્રમને સંબોધિત કરી રહ્યાં હતા. આઠવલે એ કહ્યું કે એકલા ભાજપને 260 થી 270 સીટો મળી શકે છે. એનડીએને કુલ 300 થી 325 સીટો મળશે. આઠવલે એ એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે તે નક્કી છે. સાથો સાથ તેમણે પોતે એક વખત ફરીથી મંત્રી બનશે તેની પણ ભવિષ્યવાણી કરી દીધી. આઠવલે એ કહ્યું કે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, અને દક્ષિણ ભારતમાં ભાજપને સારી સીટો મળશે.

મહારાષ્ટ્રમાં એનડીએનો હિસ્સો રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા એ મહારાષ્ટ્રમાં ભાજપ ઉમેદવારોની સામે પોતાના ઉમેદવાર ઉભા કરી દીધા છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અને મોદી કેબિનેટમાં કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી રામદાસ આઠવલે એ ખુદ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી એ મધ્યપ્રદેશની પાંચ સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે. અઠાવલે એ પોતાની પાર્ટીના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી છે, જે આ રીતે છે.

સીધી લોકસભા સીટ: રામ કૃપાલ બસોર
જબલપુર લોકસભા સીટ: કુલદીપ અહિરવાર
મુરૈના લોકસભા સીટ: પતિરામ શાક્ય
સતના લોકસભા સીટ: રામનિવાસ સેન
રતલામ લોકસભા સીટ: ઉદય સિંહ મચાર

રામદાસ અઠાવલે એ મધ્યપ્રદેશમાં પોતાની પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કરતાં કહ્યું કે તેમનો ભાજપ સાથે કોઇ ઝઘડો નથી. મધ્યપ્રદેશમાં ભાજપ સાથે ગઠબંધન ન થતા તેમણે પાંચ સીટો પર ઉમેદવારો ઉતાર્યા છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશની બાકીની 24 સીટો પર ભાજપ ઉમેદવારનું સમર્થન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન