BJP Will not Win Less Than 72 Out of 80 Seats in Uttar Pradesh Says Union Home Minister
  • Home
  • Featured
  • ગમે તેટલા ગઠબંધન કરો, UPમાં 72થી પણ વધારે સીટ ભાજપ જ જીતશે: રાજનાથ સિંહ

ગમે તેટલા ગઠબંધન કરો, UPમાં 72થી પણ વધારે સીટ ભાજપ જ જીતશે: રાજનાથ સિંહ

 | 8:10 pm IST

દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહએ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને લઇને એકદમ ધારદાર નિવેદન આપ્યું છે. ગઠબંધનને લઇને રાજનાથ સિંહે જણાવ્યું હતું કે જેટલા પણ ગઠબંધન કરવા હોય તેટલા કરો UPમાં ભાજપ 72થી પણ વધારે સીટ પર જીત હાસીલ કરશે.

સોમવારે રાજનાથ સિંહ એક દિવસયી રાજકીય પ્રવાસને ધ્યાનમાં લઇ લખનઉ પહોંચ્યા હતા. દેશના ગૃહમંત્રી અને લખનઉથી સાંસદ તરીકે ચૂંટાયેલા નેતાએ મજાક કરતા કહ્યું હતું કે SP અને BSP ભૂલી ગઇ લાગે છે કે 2017માં કેવી હાલત થઇ હતી. તેઓ ગમે તેટલા ગઠબંધન બનાવીલે UPમાં ભાજપ 80 સીટોમાંથી 72થી પણ વધુ સીટ પર જીત હાસીલ કરશે.

લખીમપુરમાં યોજવામાં આવેલા એક સેનાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજનાથ સિંહ લખનઉ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સેનાન વખાણ કરતા જણાવ્યું હતું કે ભારતીય સેનાના જવાનોને કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર પર સંપૂર્ણ ભરોસો છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ SP અને BSP દ્વારા ઐતિહાસિક ગઠબંધનની રચના કરવામાં આવી છે. રાજ્યની લોકસભાની 80 બેઠકમાંથી 76 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી છે. જ્યારે એ સિવાય અન્ય માટે બે સીટ અને કોંગ્રેસ માટે બે સીટ છોડવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.