BJP will win all Lok Sabha seat in Gujrat accordin to Survey
  • Home
  • Featured
  • ગુજરાતને લઈને BJP માટે સારા સમાચાર, 2019માં પણ રચાઈ શકે છે ઈતિહાસ

ગુજરાતને લઈને BJP માટે સારા સમાચાર, 2019માં પણ રચાઈ શકે છે ઈતિહાસ

 | 5:10 pm IST

2019ની લોકસભાની ચૂંટણીને રાજકારણમાં ધમધમાટ છે. વર્તમાનમાં દેશમાં ચૂંટણીએનો મૂડ કેવો છે તે જાણવા કેટલીક એજંસીઓ સર્વે કરાવવામાં લાગી ગઈ છે. દેશમાં આજની તારીખે ચૂંટણીએ યોજાય તો કોની સરકાર બને? જો ગુજરાતની વાત કરવામાં આવે તો ભાજપ અહીંની તમામે તમામ 26 બેઠકો પર પોતાનો દબદબો જાળવી રાખી શકે છે.

સર્વે અનુંસાર જો તાજેતરમાં લોકસભાની ચૂંટણી યોજવામાં આવે તો ગુજરાતમાંથી ભાજપને 55 ટકા મત મળી શકે છે. વોટ શેર અને બેઠકોની ડાયનામિક્સનું આંકલન કરતા 26 લોકસભા બેઠકો પર ભાજપ પોતાનો કબજો કરી શકે છે. 2014ની લોકસભાનીએ ચૂંટણીમાં ભાજપે 60 ટકા વોટ શેર સાથે તમામે તમામ 26 બેઠકો અંકે કરી હતી. જોકે સર્વેમાં આ 5 વર્ષ દરમિયાન 5 ટકા વોટ શેરનીએ ખોટ આવવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ તમામે તમામ બેઠકો પર કેસરિયો લહેરાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સર્વે ઈંન્ડિયા ટીવી અને સીએનએક્સ દ્વારા કરાવવામાં આવ્યો હતો.

આ સર્વેને કોંગ્રેસે ફગાવી દીધો છે. કોંગ્રેસના નેતા સંજય ઝાએ દાવો કર્યો હતો કે તેમની પાર્ટી સર્વેથી તદ્દન વિપરીત લોકસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરશે. ગુજરાતમાં કોંગ્રેસની ખુબ મજબુત સ્થિતિ છે અને ભાજપને 10 થી 12 બેઠકો મળવી પણ મુશ્કેલ છે.

જોકે ગુજરાતના સંદર્ભમાં સર્વેને લઈને રાજકિય જાણકારોના વિચારોમાં સામાન્ય તફાવત છે. મોટાભાગના જાણકાર સર્વેને લઈને સહમત છે, જ્યારે કેટલાક તેમનાથી થોડા ઘણા અંશે અલગ મંતવ્યો ધરાવે છે. રાજકીય પંડિતોનું કહવું છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તમામ મુદ્દાઓ અને ત્રણ મોટા આંદોલનો છતાંયે ભાજપ પોતાનો કિલ્લો બચાવવામાં સફળ રહ્યું. આ સ્થિતિમાં નરેન્દ્ર મોદીની ફરી વડાપ્રધાનના ઉમેદવારી માટેની વાત આવશ્હે, તો ગુજરાત તેમને નિરાશ નહીં કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન