ત્રિપુરા બાદ હવે નાગાલેન્ડમાં પણ સત્તાના સિંહાંસન તરફ આગળ વધતી BJP - Sandesh
  • Home
  • India
  • ત્રિપુરા બાદ હવે નાગાલેન્ડમાં પણ સત્તાના સિંહાંસન તરફ આગળ વધતી BJP

ત્રિપુરા બાદ હવે નાગાલેન્ડમાં પણ સત્તાના સિંહાંસન તરફ આગળ વધતી BJP

 | 1:06 pm IST

પૂર્વોત્તરના ત્રણેય રાજ્ય મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટનીમાં પરિણામોનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીએ લેફ્ટના 25 વર્ષ ધ્વસ્ત કરી એકલા હાથે સત્તા હાંસલ કરવા જઈ રહી છે. તેવી જ રીતે નાગાલેન્ડમાં પણ ભાજપ સત્તા તરફ પ્રયાણ કરી રહી છે.

છેલ્લા 25 વર્ષથી ત્રિપુરામાં સીપીએમની સરકાર રહી છે. સ્પષ્ટ છબી ધરાવતા માણિક સરકાર ત્રિપુરાનું મુખ્યમંત્રી પદ શોભાવી રહ્યાં હતાં. પરંતુ આ વખતે ભાજપની રાજ્યમાં રીતસરની આંધી ચાલી છે. પરિણામોમાં ભાજપને બે તૃતિયાંસ મહુમત મળતો સ્પષ્ટ જણાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરામાં ભારે આક્રમક પ્રચાર કર્યો હતો. વડાપ્રધાને રાજ્યમાં અનેક રેલીઓને સંબોધિત કરી હતી. રેલી દરમિયાન તેમણે સીધા માણિક સરકારને નિશાને લીધા હતાં. રેલીમાં મોદીએ સમજાવ્યું હતું કે ત્રિપુરાને હવે માણિકની નહીં પરંતુ હિરાની જરૂર છે. તેમણે HIRA નો અર્થ પણ સમજાવ્યો હતો. મોદી કહ્યું હતું કે, H નો મતલબ હાઈવે, Iનો મતલબ આઈ-વે (I-way), R નો મતલબ રોડ અને Aનો મતલબ એરવે છે. જેની ત્રિપુરાને જરૂર છે.

જ્યારે 60 વિધાનસભા બેઠકો ધરાવતી નાગાલેન્ડમાં પણ ભાજપ સત્તા તરફ પ્રયાણ કરી રહી છે. ભાજપે અહીં એનડીપીપી નામની સ્થાનિક રાજકીય પાર્ટી સાથે જોડાણ કર્યું હતું. જે તેને ફળતું દેખાઈ રહ્યું છે. ભાજપ અહીં 20 બેઠકો પર તો તેની સહયોગી પાર્ટી એનડીપીપી 40 બેઠકો પર ચૂંટણી લડી હતી. આમ ભાજપ ગઠબંધન સત્તા પર બેસે તે લગભગ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ભાજપ-એનડીપીપીની સીધી ટક્કર એનપીએફ સામે છે.

કેન્દ્રમાં એકલા હાથે સત્તા હાંસલ કરનાર ભારતીય જનતા પાર્ટીનું દેશના મોટા ભાગના ભૂભાગ પર પોતાનું શાસન છે. કાશ્મીરથી છેવાડાના અરૂણાચલ પ્રદેશ સુધી ભાજપ સીધી કે ભાગીદારીમાં સત્તા છે. વર્ષોથી પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં કે જ્યાં ભાજપ પોતાનું ખાતું પણ ખોલાવી શકતું ન હતું ત્યાં હવે સત્તાના સિંહાસન સુધી પહોંચવા સુધીની શક્તિ ધરાવતો થઈ ગયો છે. પૂર્વોત્તરની વાત કરવામાં આવે તો પહેલા આસમ, અરૂણાચલ પ્રદેશ બાદ હવે ભાજપ ત્રિપુરા અને નાગાલેન્ડમાં પણ સત્તા પર બિરાજમાન થવા જઈ રહ્યો છે.

ભાજપના નેતા રામ માધવે કહ્યું હતું કે ત્રિપુરા અમે સરકાર બનાવવાની સ્થિતિમાં છીએ. જ્યારે નાગાલેન્ડમાં પણ અમે સારી સ્થિતિમાં છીએ. રામ માધવે કહ્યું હતું કે હેમંત શર્મા મેઘાલય માટે રવાના થઈ ગયાં છે. અમારા પ્રયાસ રહેશે કે અહીં ત્રણેય રાજ્યોમાં અમારી સરકાર બને.

પરિણામોમાં ભાજપને મળેલી નોંધપાત્ર સફળતાથી ભાજપના નેતાઓ-કાર્યકર્તાઓમાં જાણે ખુશીની લહેર દોડી ગઈ છે. દેશભરમાં ભાજપ દ્વારા ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.