Shashi Tharoor warns of 'Hindu Pakistan' if BJP win 2019 election: Shashi Tharoor
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 2019મા ભાજપ જીતશે તો ભારત ‘હિન્દુ પાકિસ્તાન’ બની જશે: શશિ થરૂર

2019મા ભાજપ જીતશે તો ભારત ‘હિન્દુ પાકિસ્તાન’ બની જશે: શશિ થરૂર

 | 9:32 am IST

કૉંગ્રેસ નેતા શશિ થરૂરે મંગળવારના રોજ કહ્યું કે જો ભારતીય જનતા પર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં જીતે છે તો તે ‘હિન્દુ પાકિસ્તાન’ બનવા જેવી સ્થિતિ પેદા કરશે. તિરૂવનંતપુરૂમમાં એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી. થરૂરે આગળ કહ્યું કે ભાજપ નવું સંવિધાન લખશે જે ભારતને પાકિસ્તાન જેવા મુલ્કમાં બદલવાનો રસ્તો સ્પષ્ટ કરશે, જ્યાં લઘુમતીના અધિકારોનું કોઇ સમ્માન હશે નહીં.

થરૂરે કહ્યું કે જો તેઓ (ભાજપ) ફરીથી લોકસભા ચૂંટણી જીતે છે તો આપણું લોકતાંત્રિક સંવિધાન ખત્મ થઇ જશે કારણ કે તેમની પાસે ભારતીય સંવિધાનની ધજ્જીયાં ઉડાવા અને એક નવું સંવિધાન લખનાર તમામ તત્વ છે. થરૂરે કહ્યું કે તેમણે લખેલ નવું સંવિધાન હિન્દુ રાષ્ટ્રના સિદ્ધાંતો પર આધારિત હશે જે લઘુમતીઓના સમાનતાના અધિકારને ખત્મ કરી દેશે અને દેશને હિન્દુ પાકિસ્તાન બનાવી દેશે. મહાત્મા ગાંધી, નહેરૂ, સરદાર પટેલ, મૌલાના આઝાદ અને સ્વતંત્રતા સંગ્રામના મહાન સેનાનીઓ આવા મુલ્ક માટે લડાઇ નહોતી લડી.

થરૂરના આ નિવેદન પર ભાજપે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભાજપે તેના માટે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની માફી માંગી છે. ભાજપ પ્રવકતા સાંબિત પાત્રાએ કહ્યું કે શશિ થરૂરે જે પણ કંઇ કહ્યું છે તેના માટે રાહુલ ગાંધીની માફી માંગવી જોઇએ. કૉંગ્રેસના નિર્માણ માટે કૉંગ્રેસ જવાબદાર હતી અને ફરી એક વખતે તેઓ ભારતને નીચું દેખાડવા અને દેશના હિન્દુઓને બદનામ કરવાનું કામ કરી રહી છે.