NIFTY 10,121.90 -19.25  |  SENSEX 32,370.04 +-30.47  |  USD 64.7675 +0.51
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વાપી નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતીથી ભાજપનો વિજય

વાપી નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતીથી ભાજપનો વિજય

 | 12:04 pm IST

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની 137 બેઠકો માટેના ચૂંટણી પરિણામો આજે જાહેર થવાના છે. મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણીના સમયની પહેલી ચૂંટણીઓ છે. તેથી આ પરિણામો પર સૌની નજર છે.

વાપી નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. વાપીમાં 44 પૈકી 40 બેઠક પર BJPએ પોતાનો કબજો મેળવી લીધો છે. ચૂંટણી 11 વોર્ડની 44 બેઠક પર યોજાઈ હતી. 10 વોર્ડની 40 બેઠક પર BJPએ વિજય મેળવ્યો છે. આ પરિણામના પગલે માની શકાય કે કેન્દ્રના નોટબંધીના નિર્ણયને લોકોએ આવકાર્યો છે. ચૂંટણીના પરિણામ પર નોટબંધીની કોઈ ખરાબ અસર દેખાતી નથી.

આ ઉપરાત મળતી માહિતી પ્રમાણે પરિણામોમાં ચોરવાડ તા.પં.માં કોંગ્રેસ, ગોંડલ તાલુકા પંચાયતની દડવા, આંબરડી અને ચરખડીમાં ભાજપનો વિજય થયો છે. ચોરવાડ તા.પં.માં કોંગ્રેસ, કનકપુર-કનસાડ ન.પા.ની ચુંટણીમાં એક સીટી કોંગ્રેસ અને બે સીટ પર ભાજપનો વિજય થયો છે. મળતી માહિતી પ્રમાણે ગોંડલ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. દળવા તાલુકા પંચાયત બેઠક પર BJPના ચેતનાબહેન વાળા 1735 મતે જીત્યા છે. દાળિયા બેઠક પર BJPના હીરલબા જાડેજા 4624 મતે વિજયી થયાં. ચરખડી-2 બેઠક પર BJPના ઉમેદવારનો 1299 મતે વિજય થયા. દેરડી-5 બેઠક પર BJPનાં શ્રુતી મોણપરા 1318 મતે અને આંબરડી-1 બેઠક પર BJPનાં પુરીબહેન મકવાણાનો વિજય થયો છે. દેવચડી-6 બેઠક પર BJPના ભાણજીભાઈ સોલંકી 1318 મતે વિજયી થયા છે. ઘોઘાવદર-7 બેઠક પર કોંગ્રેસનાં જયશ્રીબહેન ચોવટીયા 389 મતે વિજય થયા છે. ગોમટા-8 બેઠક પર BJPના કાજલબહેન કથરોટિયા 1200 મતે વિજય થયા છે. ગુંદાળા-9 બેઠક પર BJPનાં અલ્પાબહેન રૂપારેલિયાનો 1550 મતે વિજય થયો છે.