અમદાવાદમાં ભાજપે રીતસરનો સપાટો બોલાવ્યો, બપોર સુધીમાં જ એક નહીં 6 વોર્ડ જીત્યા

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરમાં વિવિધ મતગણરી સેન્ટર પર ગણતરી શરૂ કરાઈ છે. અમદાવાદમાં એલડી એન્જીનીયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી શરૂ થઈ છે. અમદાવાદમાં મતગણતરી થતાની સાથે જ ભાજપે સપાટો બોલાવ્યો હતો.
મત ગણતરીના 3 જ કલાકમાં AMCમાં ભગવો લહેરાઈ રહ્યો હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ભાજપે અમદાવાદ મ્યુનિસિપલની ચૂંટણીમાં સપાટો બોલાવતા એક નહીં પણ 6 વોર્ડમાં એકતરફી જીત મેળવી હતી.
ભાજપે અમદાવાદમાં ખોખરા અને નવરંગપુરા વોર્ડમાં ભાજપની ભવ્ય વિજય. સૈજપુર બોઘામાં ભાજપની પેનલની જીત. તો જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. આમ ભાજપે 48માંથી 6 વોર્ડમાં તો બપોર બાર વાગ્યા સુધીમાં જ જીત મેળવી લીધી હતી.
ભાજપ હજી પણ અનેક બેઠકો પર સારી એવી લીડથી આગળ ચાલી રહી હોવાથી હજી પણ વધારે વોર્ડમાં એકતરફી જીત નોંધાવે તેવી શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન